અમદાવાદ: શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે (Sarkhej Gandhinagar Highway) પર સફારી કારમાં આવેલા બે ગઠિયા શૉ રૂમના ક્લિનિંગ એરિયામાંથી કર લઈને પલાયન (Car Theft) થઈ ગયા છે. જોકે, નવાઈ ની વાત તો એ છે કે કાર સિક્યુરિટી કેબિન (Security Cabin)ની પાછળ પાર્ક કરેલી હોવા છતાં કોઈને જાણ સુદ્ધા પણ થઈ ન હતી!
એસ. જી. હાઈવે પર લેન્ડમાર્ક હોન્ડા શૉ રૂમમાં ઇ.ડી.પી ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા હારુન મિર્ઝાએ પોલીસ ફરિયાદ આપી છે કે, ત્રીજી નવેમ્બરે હોન્ડા કંપનીને સીટી વી.એક્ષ.એમ.ટી મોડલની કારની ડિલિવરી આપવાની હોવાથી કાર ગોડાઉનમાંથી લાવી વૉશ કરીને શૉ રૂમમાં મૂકી હતી. જોકે, કારનું પેમેન્ટ ક્લિયર ન થતાં કાર કલીનિંગ એરિયામાં સિક્યુરિટી કેબિનની પાછળ મૂકી હતી. કારની ચાવી પણ કારમાં જ હતી. ચાવી રાખવા પાછળનું કારણ એવું હતું કે કારને બીજે ક્યાંય મૂકવી હોય તો મૂકી શકાય.
જોકે, છઠ્ઠી તારીખે પેમેન્ટ કલિયર થતાં કારની ડિલિવરી આપવાની હોવાથી સ્ટાફના માણસો કાર લેવા માટે ગયા હતા. પરંતુ કાર ત્યાં મળી આવી ન હતી. બેઝમેન્ટ, સ્ટોક યાર્ડ અને શૉ રૂમમાં અન્ય વિભાગોમાં પણ તપાસ કરી હતી છતાં કાર મળી આવી ન હતી. જેથી સી.સી.ટી.વી ફૂટેજ ચેક કર્યા હતા.
સી.સી.ટી.વીમાં જોવા મળ્યું હતું કે પાંચમી નવેમ્બરના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ગુરુદ્વારાથી સફારી કારમાં બે ઈસમો આવે છે. ડ્રાઇવર સીટ પર બેસે છે અને એક ઇસમ નીચે ઉતરી શૉ રૂમની આગળ પેસેજમાં પડેલી કારનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. સિક્યુરિટી કેબિન આગળ જઈ આ કારનો દરવાજો ખોલી કાર લઇ પલાયન થઈ જાય છે.
આ પણ જુઓ-
બાદમાં સફારી કારમાં આવેલો અન્ય ઈસમ પણ તેની કાર લઇ નીકળી જાય છે. આ ઘટના અંગેની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને સી.સી.ટી.વી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર