અમદાવાદ: કારચાલકને ઝોંકુ આવી જતા કાર પલટીને ઘુસી ગઇ ટ્રાફિક પોલીસ ચોકીમાં

News18 Gujarati
Updated: March 16, 2019, 10:30 AM IST
અમદાવાદ: કારચાલકને ઝોંકુ આવી જતા કાર પલટીને ઘુસી ગઇ ટ્રાફિક પોલીસ ચોકીમાં
વૈષ્ણવીદેવી સર્કલની તસવીર

કારચાલક સામે અકસ્માતનો ગુનો નોંધાયો છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ: અમદાવાદમાં આશ્ચર્યજનક અકસ્માત સામે આવ્યો છે. શહેરનાં વૈષ્ણવદેવી સર્કલ પાસે કારચાલકને ઝોંકુ આવી જતા કાર પલટી ખાઇને બાજુમાં આવેલા ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘુસી ગઇ હતી. જે પછી કારચાલક સામે અકસ્માતનો ગુનો નોંધાયો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં વૈષ્ણવદેવી સર્કલ પાસે કાર ચાલકને ઝોંકુ ભારે પડ્યું છે. કારચાલકને ઝોંકુ આવી જતા કાર પલટી ખાઇ ગઇ હતી અને પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘુસી ગઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં કારચાલકનો આબાદ બચાવ થયો છે જ્યારે રસ્તા પરનાં કે પોલીસ ચોકીમાં પણ કોઇને ઇજા નથી થઇ. સ્થાનિક પોલીસે કારચાલક સામે અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

જુઓ : ફિલ્મી સ્ટાઇલે હવામાં ઉછળી કાર, રૂવાડા ઊભા કરી દેશે આ VIDEO

થોડા દિવસ પહેલા સોજિત્રા રોડ પર કરમસદ રેલવે ઓવરબ્રીજ પાસે સીએનજીવાળી અલ્ટો કાર ડીવાઇડરને અથડાઇ પલટી ખાઇ જતા કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ભયાનક આગમાં કારચાલક જીવતો ભૂંજાયો હતો. આ બનાવ અંગે યુવાનના પિતાની ફરિયાદના આધારે વિદ્યાનગર પોલીસે એડી દાખલ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: પીધેલી હાલતમાં યુવતી હંકારી રહી હતી કાર, પરિવારને લીધો અડફેટે

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સંતરામ દેરી રોડ ઉપર અજીતભાઇ નટવરભાઇ દરજી (ઉ.વ.52) પોતાના પરિવાર સાથે રહે છે. તેમનો 35 વર્ષનો દીકરો અમિત આણંદ અને ખેડા જિલ્લામાં ઇલેકટ્રીક કાંટાના વેચાણ અને રિપેરીંગનું કામ કરે છે. શુક્રવારે પણ તે આણંદ પંથકમાં પોતાની અલ્ટો કાર લઇને આવ્યા હતા અને રાત્રે 10 કલાકની આસપાસનાંઅરસામાં તેઓ ઘર તરફ જવા નીકળ્યા હતા. આ દરમ્યાન તેમના પિતાએ ફોન પણ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘વીસેક મિનીટમાં તેઓ ઘરે આવી જશે.’ ફોન બાદ અમિતભાઇ કાર લઇને કરમસદ બ્રીજ ચઢી રહ્યા હતા. આ દરમિયાન કોઇ કારણોસર તેમની કાર ડિવાઇડર સાથે ભટકાઇ પડી હતી. અને બેથી ત્રણ પલટી ખાઇ ગઇ હતી. કાર સીએનજીવાળી હોય પલટી ખાવાને કારણે કારમાં આગ લાગી હતી. અને સેન્ટ્રલ લોકથી દરવાજા બંધ થઇ જતા અમિતભાઇ બહાર નીકળી શક્યા ન હતા. અને અંદર જ ભડથું થઇ ગયા હતા.
First published: March 16, 2019, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading