અમદાવાદ : કાર પાર્ક કરતાં પહેલાં સાવચેત રહેજો!, મ્યૂઝિક સિસ્ટમ ચોરી કરતી ગેંગ સક્રિય

News18 Gujarati
Updated: November 8, 2019, 8:21 AM IST
અમદાવાદ : કાર પાર્ક કરતાં પહેલાં સાવચેત રહેજો!, મ્યૂઝિક સિસ્ટમ ચોરી કરતી ગેંગ સક્રિય
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં બે જ દિવસમાં પાંચ બનાવ, કારના કાચ તોડી શખ્સો ટેપ અને એમ્પલિફાયરની કરે છે ચોરી.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરમાં બે જ દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી મકાનની બહાર પાર્ક કરેલી ગાડીઓના (Car) કાચ તોડી ચોરી થયાના પાંચ બનાવ બન્યા છે. આ કિસ્સાઓમાં અન્ય કોઇ વસ્તુઓ નહિ પણ માત્ર ને માત્ર કારમાંથી ટેપ કે એમ્પલીફાયરની (Music System) જ ચોરી થઇ છે. ત્યારે આ ટોળકી ફરી સક્રિય થતાં જ કારમાલિકોએ કાર ઘરની બહાર પાર્ક કરતાં પહેલાં ચેતી જવાની જરૂર છે.

અમદાવાદમાં થોડા સમય પહેલા ગિલોડ ગેંગ સક્રિય થઇ હતી. આ ગેંગ કારના કાચ તોડી ચોરી કરતી હતી. બાદમાં થોડા દિવસ પહેલા જ વસ્ત્રાપુર પોલીસે પણ એક ગેંગ પકડી હતી. જે ગેંગના સભ્યો હોટલમાં જે લોકો જમવા જાય તેની કારના કાચ તોડી લેપટોપ કે મોબાઇલ ફોન ચોરી કરતા હતા. આ ગેંગ બરોડાથી ખાસ ગાડી લઇને ચોરી કરવા આવતી હતી. ત્યારે હવે એક આવી જ ગેંગ ફરી અમદાવાદમાં સક્રિય થઇ છે. વિજય ચાર રસ્તા પાસે આવેલા આંગણ એપાર્ટમેન્ટમાં ત્રણ ગાડીઓના કાચ તુટેલા હતા. કારમાલિકોએ તપાસ કરી તો કારમાંથી માત્ર ટેપ અને એમ્પલીફાયર જ ચોરી થયા હતા. જેને લઇને ગુજરાત યુનિ. પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ પણ વાંચો :  ઉત્તર રેલવેનો 90 દિવસનો મેગા ટ્રાફિક બ્લોક, ગુજરાતની આ ટ્રેનો રદ રહેશે

ત્યારે હવે વધુ બે બનાવ અમદાવાદ શહેરના નારણપુરા અને પાલડી વિસ્તારમાં બન્યા છે. જેમાં આ જ પ્રકારની કોઇ ગેંગએ લખુડી તળાવ બહાર પાર્ક કરેલી એક કારમાંથી ટેપ અને એમ્પલીફાયરની ચોરી કરી છે. જ્યારે પાલડીમાં પણ એક ફ્લેટની બહાર પાર્ક કરેલી કારમાંથી એમ્પલીફાયરની ચોરી થઇ છે. આ તમામ પાંચેય બનાવમાં એક જ મોડસઓપ્રેન્ડીથી ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. જેથી હવે સ્થાનિક પોલીસના ડીસ્ટાફની સાથે સાથે ક્રાઇમબ્રાંચે પણ તપાસ હાથ ધરી આ ગેંગને પકડવા કામગિરી હાથ ધરી છે.

 
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर