હૉટલોમાં વેલે પાર્કિંગમાં મૂકેલી કાર કેટલી સુરક્ષિત? અમદાવાદની હૉટલમાંથી કાર ગાયબ

News18 Gujarati
Updated: December 16, 2019, 8:07 AM IST
હૉટલોમાં વેલે પાર્કિંગમાં મૂકેલી કાર કેટલી સુરક્ષિત? અમદાવાદની હૉટલમાંથી કાર ગાયબ
પ્રતિકાત્મક તસવીર

હૉટલોમાં ગ્રાહકો માટે રાખવામાં આવેલી વેલે પાર્કિંગની સુવિધા કેટલી સુરક્ષિત? અમદાવાદની હૉટલમાંથી વેલે પાર્કિંગમાં રહેલી કારની ચોરી.

  • Share this:
અમદાવાદ : શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી પ્રાઇડ હૉટલમાંથી કારની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. ઉસ્માનપુરા ખાતે રહેતા ઋતુલ શાહ એક કાર્યક્રમમાં ભાગ લેવા બોડકદેવ ખાતે આવેલી હૉટલ પ્રાઇડ પ્લાઝામાં આવ્યા હતા. અહીં તેમણે તેમની કાર વેલે પાર્કિંગ માટે મૂકી હતી. જોકે, કાર્યક્રમ બાદ તેમને વેલે પાર્કિંગમાંથી કાર કે કારમાં રહેલી રોકડ મળી ન હતી. જે બાદ આ સમગ્ર મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર કારના માલિક પર ફોન આવ્યો હતો કે તેમની કાર રતલામ સ્ટેશન બહાર પડી છે.

એક તરફ શહેરમાં હૉટલોમાં વેલે પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે પણ આ સુવિધા હૉટલમાં આવતા ગ્રાહકો માટે કેટલી સુરક્ષિત છે તેવો સવાલ બોડકદેવની હૉટલ પ્રાઇડ પ્લાઝામાં બનેલી ઘટનાથી ઉભો થયો છે.

ઉસ્માનપુરા ખાતે રહેતા ઋતુલ શાહ હૉટલ પ્રાઇડ પ્લાઝામાં એક કાર્યકમમાં ગયા હતા. તેઓ ત્યાં કાર પાર્ક કરવા જતા હતા ત્યારે વેલે પાર્કિંગના કર્મીઓએ ચાવી માંગતા તેમને ચાવી આપી હતી. જોકે, હૉટલમાંથી બહાર નીકળ્યા બાદ કાર માલિકે કારની ચાવી માંગતા ચાવી ગાયબ હતી. બે કલાક સુધી સતત કાર માલિકે હૉટલ અને વેલે પાર્કિંગના લોકોને પૂછવા છતાં કાર ન મળતા આખરા તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી. આ દરમિયાન કાર લઈ જનારનો જ સામેથી ફોન આવ્યો હતો કે તમારી ગાડી રતલામ સ્ટેશની બહાર મૂકી છે. જે બાદ ફરિયાદી અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. આ મામલે પોલીસે કાર પરત મેળવવા માટે હાલ ટીમ રવાના કરી છે, તેમ જ આરોપીની શોધખોળ પણ ચાલુ કરી છે. આરોપીની અટકાયત બાદ જ આ મામલે સમગ્ર હકીકત બહાર આવશે.
First published: December 16, 2019, 7:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading