બોપલમાં સગીર ચાલકે પૂરપાટ કાર હંકારી મહિલાને કચડી, મોત

News18 Gujarati
Updated: September 5, 2019, 3:03 PM IST
બોપલમાં સગીર ચાલકે પૂરપાટ કાર હંકારી મહિલાને કચડી, મોત
આ ઘટનામાં પોલેસી બે સગીરની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્ર પાસિંગની ક્રેટા કાર(MH.43.BG.5305)ની અડફેટે એક મહિલાનું મોત, ઝૂમ કંપનીની ભાડાની ગાડી દિવાલમાં ઘૂસી ગઈ

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : અમદાવાદ શહેરના ઇસ્કોન-બોપેલ રોડ પર આજે સવારે એક રેન્ટલ કારની અડફેટે એક મહિલાનું મોત થયું છે. ભાડે કાર આપતી કંપની ઝૂમ કારની મહારાષ્ટ્ર પાસિંગની ક્રેટા કાર(MH.43.BG.5305)ની અડફેટે એક મહિલાનું મોત થયું છે. આ મામલે પોલીસે સગીર કાર ચાલકનું ધરપકડ કરી છે. ચાલક કૉલેજનો વિદ્યાર્થી હોવાની વિગતો સામે આવી છે.

બનાવની વિગત એવી છે કે આજે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના બોપલથી ઇસ્કોન ચાર રસ્તા તરફ જવાના માર્ગે એક મહારાષ્ટ્ર પાસિંગની ક્રેટા કારે પૂર ઝડપે મહિલા, રીક્ષા અને બાઇકને ટક્કર મારી હતી. કાર ટક્કર ખાઈને સીધી દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ કારમાં ચાલક સહીત અન્ય એક વ્યક્તિ પણ હતી. કાર ચાલક સગીર હોવાના અહેવાલ છે, જે કૉલેજનો વિદ્યાર્થી છે.

આ પણ વાંચો :  સાપની જેમ ફૂંફાડા મારી 'ઢબુડી મા'એ કહ્યું- 'હું ફરાર નથી થયો, યોગ્ય સમયની રાહ જોજો'

આ ઘટનામાં ઘુમા વિસ્તારની મહિલા ચંદ્રિકાબહેનનું મોત થયું હોવાના અહેવાલ છે. મૃતક મહિલા સવારે ઘરકામ કરવા જતાં હતા ત્યારે કારની અડફેટે મોત થયું હતું. સગીરો ભાડાની કાર લઈને નીકળ્યા હતા ત્યારે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકોએ સગીરને ઝડપી લીધાં હતા અને પોલીસને જાણ કરી હતી. આ મામલે M ડિવિવઝન ટ્રાફિક પોલીસે બે સગીરની અટકાયત કરી છે. સીગરો દારૂ પીધેલી હાલતમાં હતા કે નહીં તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.

 

 
First published: September 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading