ફેસબુક પર મોગલ મા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર નાસ્તિક ઝડપાયો

News18 Gujarati
Updated: June 17, 2018, 9:21 PM IST
ફેસબુક પર મોગલ મા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર નાસ્તિક ઝડપાયો

  • Share this:
ફેસબુકમાં મોગલમાં વિષે અભદ્ર ટિપ્પણી કરનાર આપના અડ્ડાના નાસ્તિક આરોપી મનીષ મહેરિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યો છે. આરોપી દ્વારા ફેસબુકમાં ગઢવી સમાજ તથા ભક્તોની લાગણી દુભાય તેવી કોમેન્ટ કરવામાં આવી હતી જેને લઇ સમગ્ર રાજ્યમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો.

મોગલ માં વિષે અભદ્ર ટિપ્પણીને લઇ સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગઢવી સમાજ તથા ભાવીભક્તોમા આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અભદ્ર ટિપ્પણી કરનાર અપના અડ્ડા ગ્રુપના મેમ્બર મનીષ મહેરિયાને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. થોડા દિવસો પેહલા ફેસબુક પર આપડા અડ્ડા ગ્રુપના મેમ્બરો દ્વારા ગઢવી સમાજના માતાજી મોગલ માં વિષે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. અભદ્ર ટિપ્પણીને લઇ સમગ્ર રાજ્યમા ભક્તો તથા ગઢવી સમાજમા ભારે રોષ જોવા મળ્યો હતો અને જેના લીધે કેટલીક જગ્યાઓ પર તોફાનો થતા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. આ મામલે તાપસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અપના અડ્ડા ગ્રુપના પેજ પરથી ટિપ્પણી કરનાર મનીષ મહેરિયાને ઝડપી લીધો છે.

ક્રાઇમ બ્રાન્ચ એ સી પી સી એન રાજપૂતે જણાવ્યું કે, ફેસબુક પર ગઢવી સમાજના ધાર્મિક માતાજી મોગલ માતા અંગે અપના અડ્ડા ગ્રુપની પ્રોફાઈલથી ટિપ્પણી કરવામાં આવી હતી, જે મામલે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રોફાઈલ મનીષે કરી હતી જે મામલે અમે મનીષ મહેરિયાની ધરપકડ કરી છે.

અભદ્ર ટિપ્પણી થતા રાજ્યમાં સ્થિતિ વણસે નહીં અને ભક્તોમાં વધારે રોષ ના ફેલાય તે માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આપણા અડ્ડા ગ્રુપ નાસ્તિક લોકો દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું. મનીષ મહેરિયા ઉપરાંત સદ્દામ મલિક અને રાહુલ રાવણ નામના શખ્સે પણ ભદ્ર ટિપ્પણી કરી હતી. તો આ વિવાદ થતા દિલીપ ગઢવી નામના શખ્સે રવિન્દ્ર પરમાર નામના વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં થતા ક્રાઇમ બ્રાન્ચે દિલીપ ગઢવીની પણ ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ એ સી પી સી એન રાજપૂત, આજ રીતે ફેસબુકમાં આ ટિપ્પણી થતા દિલીપદાન ગઢવી નામના વ્યક્તિએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેની પણ ધરપકડ કરવામાં આવી છે.

મનીષ મેહરીયા મૂળ બાપુનગરનો રહેવાસી છે. બે મહિના પેહલા તે આ અપના અડ્ડા ગ્રુપમાં સોસીયલ મીડિયા સામેલ થયો હતો. આરોપીએ પોલીસ તપાસમાં કબુલ્યું છે કે, ગ્રુપના અન્ય મેમ્બરોએ કોમેન્ટ કરતા તેણે પણ આ મામલે કોમેન્ટ કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ગઢવી સમાજ દેવી મોગલ માં પર અભદ્ર ટિપ્પણી કરનાર મનીષ ભારતીયની ધરપકડ કરી અપના અડ્ડા ગ્રુપના અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.સ્ટોરી - દિપક સોલંકી
First published: June 17, 2018
વધુ વાંચો
अगली ख़बर