ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પુરી થવાનાં વર્ષ પહેલા જ રિન્યૂ કરી શકાશે

News18 Gujarati
Updated: February 8, 2019, 3:37 PM IST
ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પુરી થવાનાં વર્ષ પહેલા જ રિન્યૂ કરી શકાશે
પ્રતિકાત્મક તસવીર

રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં સારથિ-4 સોફ્ટવેર હેઠળ વેબ બેઇઝડ ઓનલાઇન કામગીરી શરૂ કરવામાં આવી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :ક્યારેક એવું પણ થાય કે ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પુરી થવાની હોય તેનાં વર્ષ પહેલાં આપણને યાદ હોય પરંતુ મુદત પુરી થઇ જાય ત્યારે યાદ ન હોય. પછી આપણે આરટીઓમાં જઇએ એટલે લેટફી અને લાંબી પ્રોસેસ કરાવવી પડે. પરંતુ હવે વાહનચાલકો ડ્રાઇવિંગ લાઈસન્સની મુદત પૂર્ણ થવાના 365 દિવસ એટલે કે એક વર્ષ પહેલા રિન્યૂ કરાવી શકશે. રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં સારથિ-4 સોફ્ટવેર હેઠળ વેબ બેઇઝડ ઓનલાઇન કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે એક વર્ષ પહેલા નાગરિકો પોતાનું લાઈસન્સ રિન્યૂ કરાવી શકશે.

વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવ્યા પ્રમાણે આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાઈસન્સ રિન્યૂઅલ, ડુપ્લિકેટ સહિતની કામગીરી માટે ઓનલાઇન ડોક્યુમેન્ટ સબમિશન અને ઇ-પેમેન્ટ પદ્ધતિ ફરજિયાત બનાવવામાં આવી છે. 50 વર્ષ કે તેથી વધુ વયના વાહનચાલકોને લાઈસન્સ રિન્યૂ કરાવવા માટે તબીબી પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે. લાઈસન્સ રિન્યૂઅલ માટેની ફી 400 રૂપિયા છે જ્યારે મુદ્દત વીતી ગયા પછી અરજી કરવામાં આવે તો 100 રૂપિયા વધારાની ફી લેવાશે. આમ તમામ કામગીરી કરવા ઓનલાઇન ડોક્યુમેન્ટ સબમિટ કરવાનાં રહેશે.

મહત્વનું છે કે ગુજરાત રાજ્યનાં વાહનચાલકો હવે રાજ્યની કોઇપણ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યૂ કરાવી શકશે. રાજ્ય સરકાર દ્વારા આ વાહનચાલકો નાણાં, શક્તિ અને સમયની બચત થશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
First published: February 8, 2019, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading