અમદાવાદઃ ચાલુ કારમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાયું, બે યુવકોની ધરપકડ

News18 Gujarati
Updated: October 3, 2019, 5:31 PM IST
અમદાવાદઃ ચાલુ કારમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાયું, બે યુવકોની ધરપકડ
બે આરોપીની તસવીર

વિવેક ચાલુ કારમાં લોન (loan)અપાવવાનું કહી અમેરિકાના નાગરિકો પાસેથી પ્રોસેસિંગ ફીના નામે રુપિયા પડાવી લેતા હોવાની માહિતીના આધારે વેજલપુર પોલીસે ચાલુ કારે ઝડપી પાડ્યો હતો.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) વેજલપુરમાંથી ફરી વાર કોલ સેન્ટર (call center) ઝડપાયુ છે. ચાલુ કારે લોનના નામે અમેરિકાના નાગરિકો (American Citizens)સાથે છેતરપિંડી (Fraud) કરતા યુવક સહિત બે લોકોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે.

નોંધનીય છે કે છેલ્લા 15 દિવસથી આ કોલ સેન્ટર ચાલતું હોવાનું સામે આવ્યું છે. વિવેક સિંહ ચૌહાણ અને અજહર બન્નેની વેજલપુર પોલીસે (police)ધરપકડ કરી તપાસ શરૂ કર છે. વિવેક ચાલુ કારમાં લોન (loan)અપાવવાનું કહી અમેરિકાના નાગરિકો પાસેથી પ્રોસેસિંગ ફીના નામે રુપિયા પડાવી લેતા હોવાની માહિતીના આધારે વેજલપુર પોલીસે ચાલુ કારે ઝડપી પાડ્યો હતો.

મહત્વનુ છે કે જ્યારે પોલીસે આરોપી વિવેક સાથે પૂછપરછ કરી તો જાણવા મળ્યુ કે આરોપી વિવેકને અમેરિકન નાગરિકોની માહિતી ખાનપુરનો અજહર આપે છે. જેથી પોલીસે અજહરની પણ ધરપકડ કરી લીધી છે.

એસીપી (ACP)એમ ડિવિઝન વિનાયક પટેલનું કહેવું છે કે આરોપી વિવેકસિંહ ચૌહાણને અમેરિકન નાગરિકોની માહિતી અજહર આપતો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે અજહર આ સિવાય અન્ય રાજ્યોના લોકોને પણ રુપિયા લઈ અમેરિકન નાગરિકોની માહિતી આપતો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદ : ડૉ. એચ.એલ. ત્રિવેદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

આરોપી વિવેક આઈટીનો અભ્યાસ કરી ચુકેલો છે અને તે અન્ય લોકો સાથે મળી આ કોલ સેન્ટર ચાલવતો હતો. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં વિવેકે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને અજહર અમેરિક લોકોની માહિતી કોણી પાસે થી મેળવતો હતો.
First published: October 3, 2019, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading