વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરાયો, રાજ્ય સરકારના જાહેર સાહસો ખોટમાં

News18 Gujarati
Updated: March 28, 2018, 2:23 PM IST
વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરાયો, રાજ્ય સરકારના જાહેર સાહસો ખોટમાં
ગુજરાત વિધાનસભા (ફાઇલ તસવીર)

  • Share this:
બજેટ સત્રના છેલ્લા દિવસે આજે ગુજરાત વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. વર્ષ 2016-17ની નાણાંકીય સ્થિતિ, આર્થિક સ્થિતિ, મહેસુલ અને સામાજિક સમીક્ષાનો કેગનો અહેવાલ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે રજૂ કર્યો. નીતિનભાઈ પટેલે ત્રણ અલગ અલગ સ્વરૂપમાં કેગનો ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો.

મળતી માહિતી મુજબ, આજે વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જેમાં કેગ ઓડિટ રિપોર્ટમાં સરકાર પર ઘણા ટિપ્પણી કરવામાં આવી છે. કેગના અહેવાલ અનુસાર રાજ્ય સરકારના જાહેર સાહસો ખોટમાં છે તેવો રિપોર્ટ રજૂ કરાયો છે. 54 જાહેર સાહસોમાં 3647 કરોડનો નફો થયો છે, જ્યારે સામે 14 જાહેર સાહસોમાં 18,142 કરોડની ખોટ થઈ છે.

કેગના રિપોર્ટમાં ટીપ્પણી કરવામાં આવી છે કે, સરકારે જગવાઈઓ વિના ખર્ચ કર્યો છે. કેગના અહેવાલમાં રાજ્ય સરકારના સબ રજિસ્ટ્રારની અનિયમિતતા પણ સામે આવી છે. 103 કેસમાં 99.98 કરોડની વસૂલાતમાં અનિયમિતતા સામે આવી છે.

કેગના અહેવાલમાં ખાણ અને ખનીજ વિભાગ પર ગંભીર ટીપ્પણી કરવામાં આવી છે. જિ. ભૂસ્તર વિભાગની ખોટી નીતિને લાધે સરકારી તિજોરીને 152 કરોડનું નુકશાન પહોંચ્યું છે. 182 કેસમાં ખાણ ખનીજ વિભાગે ખોટી રીતે ખાણની લીઝ આપી છે.

કેગના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સુરત અને અમદાવાદમાં બે કેસોમાં જમીનના નવી શરતમાંથી જુની શરતમાં રૂપાન્તર પર અયોગ્ય દરો લાગુ કરી સરકારને 78.44 લાખની રકમનો ચુનો લાગ્યો છે. 4 કલેકટર કચેરીઓમાં 2012-13 અને 2014-15ના સમયગાળા દરમ્યાન 138 કેસોમાં 1.98 કરોડ જેટલા રૂપાન્તર વેરાની બિન વસુલાત - ઓછી વસુલાત કરી હોવાની ટીકા પમ કરવામાં આવી છે. સાથે કેગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર દ્રારા વર્ષ 16-17 દરમ્યાન 103 કેસમાં 99.98 કરોડની રકમ સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની ઓછી વસુલાત કરી છે. નવ જિલ્લાના 12 નાયબ કલેકટર કચેરીઓ દ્રારા ડેટા એન્ટ્રીમાં અનિયમિતતા ધ્યાનમાં આવી જેના પરિણામે 41 કેસોમાં 4.63 કરોડનુ પ્રીમિયમ ઓછી વસુલાત થઇ.

કેગ રિપોર્ટમાં ટીપ્પણી કરવામાં આવી છે કે, સબ રજીસ્ટ્રાર કચેરી બાવળા દ્રારા બજાર કિંમતનુ અયોગ્ય રીતે ગણતરી કરવામાં આવતા એક કેસમાં રૂપિયા 98 લાખની સ્ટેમ્પ ડયુટીની ઓછી વસુલાત થઇ હોવાનુ ધ્યાનમાં આવ્યું છે. મિલકતોની બજાર કિંમતના અયોગ્ય નિર્ધારણના કારણે 28 દસ્તાવેજોમાં 1.75 કરોડની સ્ટેમ્પ ડયુટી ઓછી લેવામાં આવી છે.કેગનું આર્થિક ક્ષેત્ર પર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર 12મી પંચવર્ષીય યોજનામાં કલ્પના કરેલ 9 નવા બંદરોના બાંધકામના કામોમાં વિભાગ નિષ્ફળ જવાના લીધે માછીમારોને સવલતો રાખવાથી વંચિત રખાયો. ગુજરાત સરકારે માછીમારી પ્રતિ બંધ સમય ગાળો અપનાવતું કોઈ જાહેરનામું ધારા ધોરણ જારી કરાયું નથી. ગુજરાત ફિસરીઝ વિભાગમાં 51 ટકા જગ્યા ખાલી છે.

કેગ રિપોર્ટ બાદ કોંગ્રેસે શું કહ્યું?
વિધાનસભામાં બજેટ સત્રના છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવતા, કોંગ્રેસ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. કેગ રિપોર્ટ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપા પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ટેન્કર રાજ ચાલું છે. બેરોજગારી પ્રશ્ને સરકાર તદ્દન નિષ્ફલ રહી છે. આ સરકાર ગરીબોને સસ્તુ અનાજ પણ ન આપી શકી. નલીયા કાંડનો રિપોર્ટ પણ સરકારે ગૃહમાં રજૂ ન કરી શકી. અમે પ્રજાના તમામ પ્રશ્નો આક્રમકતાથી ઉઠાવીશું.
First published: March 28, 2018, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading