અમદાવાદમાં કર્ફ્યૂં છતાં CA ફાઇનલની પરીક્ષા લેવાશે, વિદ્યાર્થીઓ એડમીટ કાર્ડ બતાવી જઈ શકશે

અમદાવાદમાં કર્ફ્યૂં છતાં CA ફાઇનલની પરીક્ષા લેવાશે, વિદ્યાર્થીઓ એડમીટ કાર્ડ બતાવી જઈ શકશે
પ્રતિકાત્મક તસવીર

કર્ફ્યૂંની સ્થિતિને પગલે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ Phdના ઉમેદવારોની પરીક્ષા મોકૂફ રાખી

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં 60 કલાક માટે કર્ફ્યૂં જાહેર કર્યો છે. એક તરફ કર્ફ્યૂં અને બીજી તરફ પરીક્ષાઓનું આયોજન. કર્ફ્યૂંની સ્થિતિને પગલે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ Phdના ઉમેદવારોની પરીક્ષા મોકૂફ રાખી છે. જયારે ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પોઝિટિવ ન્યૂઝ એ છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે અને વિદ્યાર્થીઓ એડમીટ કાર્ડ બતાવી પરીક્ષા સેન્ટર પર પરીક્ષા આપવા પહોંચી શકશે.

અમદાવાદ સહિત દેશભરના અનેક રાજ્યોમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. કોરોનાના આ કહેરને ઓછો કરવા સરકાર ચિંતિત છે. તેવામાં દેશભરમાં લેવાતી CA ફાઇનલ અને ઇન્ટરમીડિયેટની પરીક્ષા 21 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. દેશભરમાં CAની યોજાઈ રહેલી પરીક્ષામાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 21મી નવેમ્બરથી બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે. જોકે અમદાવાદમાં વધતા કેસોને પગલે 60 કલાક માટે કર્ફ્યૂં જાહેર કરાયો છે. જેમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂં રહેવાનો છે.આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1420 કેસ, 1040 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 91.31 ટકા

ICAI અમદાવાદના ચેરમેન ફેનીલ શાહે જણાવ્યું હતું કે અમદાવાદમાં લાદવામાં આવેલા કર્ફ્યૂં વચ્ચે વિદ્યાર્થીઓ માટે પોઝિટિવ ન્યૂઝ છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. અમદાવાદમા 19 સેન્ટર પર 4 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ બતાવી પરીક્ષા આપવા જઇ શકશે. સમગ્ર દેશમાં CA 2020 પરીક્ષા માટે 1085 સેન્ટર પર 4.7 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

બીજી તરફ GTU દ્વારા રવિવારે આયોજિત Ph.dની એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ રાખી છે. એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટના 30 જેટલા કોર્સ માટે પરીક્ષાનું આયોજન હતું. 1500 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું. હવે આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે. મહત્વનુ છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ ગંભીર રીતે વધુ વધી રહ્યું છે. ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટા પાયે વધારો થયો છે. બીજી તરફ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ રવિવારે છે. જે માટે હજુ સુધી કોઈ સત્તાવાર વિગત તંત્ર દ્વારા જાહેર કરાઇ નથી. જેથી તે પરીક્ષા આપનાર ઉમેદવાર માટે અસમંજસની સ્થિતિ યથાવત રહી છે.
Published by:Ashish Goyal
First published:November 20, 2020, 20:34 pm

ટૉપ ન્યૂઝ