પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સંસદના ચોમાસું સત્રમાં ભાગ નહીં લઈ શકે


Updated: September 11, 2020, 4:46 PM IST
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સંસદના ચોમાસું સત્રમાં ભાગ નહીં લઈ શકે
સી.આર. પાટીલ (ફાઇલ તસવીર)

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સી.આર. પાટીલ હાલ એપોલો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • Share this:
ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારી બેઠકના સાંસદ સી. આર. પાટીલ (Navsari MP C R Patil) આ વખતના સંસદ સત્રમાં હાજરી નહીં આપી શકે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભાજપ સી. આર. પાટીલ સંસદ સત્રના પહેલા તબક્કામાં ભાગ નહીં લઈ શકે. કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ હાલ તેઓ સારવાર હેઠળ છે. હાલ પાટીલ એપોલો હૉસ્પિટલ (Hospital)માં દાખલ હોવાથી સંસદમાં નહીં જઈ શકે. ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસું સત્ર જુલાઇ મહિનામાં મળતું હોય છે પરંતુ કોરોનાને કારણે આ વખતે મોડું થયું છે.

કોરોના મહામારી બાદ 14 સપ્ટેમ્બરથી સંસદના ઐતિહાસિક સત્રનો પ્રારંભ થવાનો છે. આ સત્ર 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલુ રહેવાનું છે. ગુજરાતના 26 સાંસદોમાંથી નવસારી બેઠકના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલની સંસદના સત્રમાં 95 ટકા કરતા વધુ હાજરી જોવા મળતી હોય છે. પરંતુ આ સત્રમાં સી. આર. પાટીલને કોરોના થયો હોવાથી તેઓ સત્ર છેલ્લા સપ્તાહમાં સંસદમાં હાજરી આપશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: 


આ વખતે સંસદ સત્રમાં તમામ સાંસદ સભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તેમને જ સંસદ સત્રમાં ભાગ લેવા દેવામાં આવશે. નોંધનીય છે કે સી.આર. પાટીનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં તેઓની શહેરની એપોલો હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. જોકે, તેઓ આરટી-પીસીઆર ટેસ્ટ પહેલા જ હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. જે બાદમાં તેઓને રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેઓનો RT-CPR ટેસ્ટ કરાયો હતો.

હૉસ્પિટલમાં દાખલ થયા પહેલા પાટીલ ઉત્તર ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેઓ હજારો બીજેપી કાર્યકરો અને નેતાઓના સંપર્કમાં આવ્યા હતા. ઉત્તર ગુજરાત પહેલા તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. પાટીલા સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ અનેક બીજેપી કાર્યકરો અને નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદમાં વિપક્ષ તરફથી પાટીલ સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી.
Published by: Vinod Zankhaliya
First published: September 11, 2020, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading