ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે હું જ લડવાનો છું: સી.જે. ચાવડા

News18 Gujarati
Updated: March 31, 2019, 12:48 PM IST
ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે હું જ લડવાનો છું: સી.જે. ચાવડા
હજી કોંગ્રેસ તરફથી અધિકારીક રીતે આ કહેવામાં આવ્યું નથી

જોકે હજી કોંગ્રેસ તરફથી અધિકારીક રીતે આ કહેવામાં આવ્યું નથી.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : ગઇકાલે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે કોંગ્રેસમાંથી ગાંધીનગર બેઠકનાં ઉમેદવાર સી. જે. ચાવડા રહેશે તેવું ખુદ સી. જે. ચાવડાએ કહ્યું છે. જોકે હજી કોંગ્રેસ તરફથી અધિકારીક રીતે આ કહેવામાં આવ્યું નથી. મહત્વનું છે કે ગાંધીનગર બેઠક પર છેલ્લા છ ટર્મથી ભાજપ જ જીતી રહી છે.

'હું ચોથી તારીખે 12.39 મિનિટે ફોર્મ ભરવાનો છું'

સી. જે. ચાવડા સાથે ગાંધીનગર બેઠકની વાત કરતાં તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, 'હું ચોથી તારીખે 12.39 મિનિટે ફોર્મ ભરવાનો છું, સી. જે ચાવડા ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે જ લડવાનો છું. કોઇ ઉમેદવારી બદલવાની વાત નથી ચાલી રહી. આજે તેની જાહેરાત પણ થઇ જશે.'

વાંચો: અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી લડી શકે છે લોકસભાની ચૂંટણી

આ પહેલા પણ જ્યારે સી.જે ચાવડાનાં નામની ચર્ચાઓ ચાલતી હતી ત્યારે પણ તેમણે કહ્યું કે, 'ગાંધીનગર બેઠક પર કોંગ્રેસમાંથી હું જ લડીશ. અમિતભાઇ શાહના આવવાથી કોંગ્રેસને કોઈ ફેર નહિ પડે. ભાજપની સલામત બેઠક પર રાષ્ટ્રીય અધ્યક્ષને મેદાનમાં આવવું પડે છે તે જ કહે છે કે ભાજપની ગુજરાતમાં કફોડી હાલત છે.'

વાંચો: આયા રામ ગયા રામ: કોણે ભાજપને કર્યા રામ રામ? કોણે છોડ્યો કૉંગ્રેસનો સાથ?ગાંધીનગર લોકસભા સીટ પર અમિત શાહને ટિકિટ આપતા ભાજપનાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 23મી એપ્રિલના રોજ લોકસભાનુ ઇલેક્શન યોજાનાર છે ત્યારે લાલકૃષ્ણ અડવાણીના સ્થાને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ આ બેઠક પરથી કયા ઉમેદવારને ઉતારશે.
First published: March 31, 2019, 12:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading