Home /News /madhya-gujarat /વીમા કંપનીમાં રોકાણ કરાવી રૂ. 44.75 લાખની છેતરપીંડી કરી, ગેંગનાં ચાર સાગરીતો ઝડપાયા

વીમા કંપનીમાં રોકાણ કરાવી રૂ. 44.75 લાખની છેતરપીંડી કરી, ગેંગનાં ચાર સાગરીતો ઝડપાયા

પંચમહાલ પોલીસે કરી ચાર સાગરીતોની ધરપકડ

પંચમહાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ટીમે મહિસાગર જીલ્લાનાં નિવૃત શિક્ષક સાથે લાખોની છેતરપીંડી કરનાર ગેંગનાં ચાર સભ્યોની દિલ્હીનાં ગાજીયાબાદથી ધરપકડ કરી છે. ભેજાબાજોએ  વીમા કંપનીઓની પોલીસીમાં નાણાનું  રોકાણ કરી  ઊંચા વળતરની લાલચ આપી હતી

    રાજેશ જોષી, ગોધરા:  પંચમહાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ટીમે મહિસાગર જીલ્લાનાં નિવૃત શિક્ષક સાથે લાખોની છેતરપીંડી કરનાર ગેંગનાં ચાર સભ્યોની દિલ્હીનાં ગાજીયાબાદથી ધરપકડ કરી છે. ભેજાબાજોએ  વીમા કંપનીઓની પોલીસીમાં નાણાનું  રોકાણ કરી  ઊંચા વળતરની લાલચ આપી હતી. જે બાદ પ્રોસેસ ફીનાં નામે નિવૃત શિક્ષક પાસે તેઓનાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં  44.78 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે પોલીસે  દસ લાખ રૂપિયા રીકવર કરી નિવૃત શિક્ષકનાં બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી આરોપીઓ પાસેથી લેપટોપ અને  મોબાઈલ ફોન  કબ્જે લઈ  વધુ પૂછપરછ હાથ ધરી છે.

    મહીસાગર જિલ્લાનાં વીરપુર તાલુકાનાં રતનકુવા ગામમાં રહેતા અને નિવૃત શિક્ષક રમણલાલ ધુળાભાઈ પટેલે એક ખાનગી જીવન વીમા કંપનીમાંથી  વીમા પોલીસી લીઘી હતી. જેનુ બોનસ આપવાનાં બહાને અજાણ્યા ઈસમોએ તેઓના મોબાઈલ ઉપર સંપર્ક કર્યો હતો.જે બાદ વિશ્વાસમાં લઇ અલગ અલગ છ જેટલી વીમા કંપનીઓની 32 પોલીસીમાં કુલ 28,96,614 લાખનું ભેજાબાજોએ રોકાણ કરાવ્યું હતું અને નાણા પરત આપવાનાં બહાને અલગ અલગ મોબાઈલ નંબરોથી વાતચીત કરીને વધુ વળતર આપવાની લાલચ આપી હતી.

    ભેજાબાજોની મોડેસ ઓપરેન્ડી ? આરોપીઓ નોઈડા સેકટર- 63 ખાતે ઓફીસ ભાડે રાખી, Justdail ડેટા વેન્ડર પાસેથી વીમા પોલીસી લીધેલા ગ્રાહકોના ડેટા મેળવે છે જે ડેટા આધારે જે ગ્રાહકોની પોલીસી બંધ થઇ ગઈ  હોય તેવા ગ્રાહકોને વોઇસ ચેન્જર મોબાઇલ ફોનનો ઉપયોગ કરી યુવતી તથા યુવકના અવાજમાં અલગ- અલગ નામો આપી સંપર્ક કરે છે. જે કંપનીમાંથી વીમા પોલીસી લીધેલ હોય હોય  તે કંપનીમાંથી મેનેજર કે એકાઉન્ટન્ટ બોલુ છું એમ જણાવી  ઓફિસના ફાઇનાન્સનો લેટરમાં તેનું નામ એડ કરી કંપનીના જેવો લેટર તૈયાર કરી મોકલી આપ્યા બાદ પ્રોસેસ ફી નામે તેઓએ આપેલી બેંક એકાઉન્ટોમાં ગ્રાહક પાસેથી ઓનલાઇન તથા બેંકમાં મોકલી નાણા ટ્રાન્સફર કરાવડાવે છે.ત્યારબાદ  તેઓના બેંક એકાઉન્ટમાંથી અન્ય બેંક એકાઉન્ટમાં નાણાં  ટ્રાન્સફર કરી ચેકથી  નાણાં ઉપાડી લઇ ગુન્હાને અંજામ આપે છે.

    સાથે સાથે  અલગ અલગ બેન્ક એકાઉન્ટ  નંબર મોકલી 44,75,178 લાખ રુપિયા જેટલી રકમ ઓનલાઈન અને બેંકસ્લીપ મારફતે  ટ્રાન્સફર કરાવી લીધી હતી.દરમિયાન નિવૃત   શિક્ષકને પોતે છેતરપિંડીનો ભોગ બની રહ્યા હોવાનો અણસાર આવી જતાં ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.જે આધારે  પોલીસ ટીમ દ્વારા ટેકનીકલ રાહે સરવે  કરવામાં આવતા આરોપીઓ દિલ્લી અને નોઈડાના હોવાનુ જણાઈ આવ્યું હતું. જેથી પીઆઈ જે.એન.પરમાર અને  ટીમે ગાજીયાબાદ જઈને ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી આરોપીએ  અન્ય ગુના આચર્યા છે કે નહીં જેની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Crime news, CYBER CRIME, Gujarati news, Panchmahal News