પેટા ચૂંટણીઃ બીજેપી માટે ચાર બેઠકોના ઉમેદવારોની પસંદગી પેચીદી બની!

News18 Gujarati
Updated: September 26, 2019, 4:13 PM IST
પેટા ચૂંટણીઃ બીજેપી માટે ચાર બેઠકોના ઉમેદવારોની પસંદગી પેચીદી બની!
ભાજપ ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ

આ 6 બેઠકો પૈકી રાધનપુર અને થરાદને બાદ ચાર બેઠકોના ઉમેદવારોની (candidate)પસંદગી કરવી બીજેપી માટે માથાના દુઃખાવા સમાન બની છે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) અમરાઈવાડી, બાયડ, ખેરાલુ, લુણાવાડા, રાધનપુર અને થરાદ સહિત 6 બેઠકો માટે 21 ઓક્ટોબરના પેટા ચૂંટણી (by eletion)જંગ ખેલાનાર છે. આ 6 બેઠકો પૈકી રાધનપુર અને થરાદને બાદ ચાર બેઠકોના ઉમેદવારોની (candidate)પસંદગી કરવી બીજેપી માટે માથાના દુઃખાવા સમાન બની છે. ખેરાલુ અને થરાદમાં ભાઈ અને પુત્ર પ્રેમના આડે પાર્ટી ઉમેદવારને લઇ નક્કી કરી શકતી નથી ત્યારે બીજી તરફ લુણાવાડા અને અમરાઈવાડીમાં બીજેપીના (BJP)નેતાઓ વચ્ચે માનીતોની પસંદગીને લઇ લડાઈ તેજ બની છે.

મહત્વની વાત તો એ છે કે કોંગ્રેસ (congress)છોડી આવનાર અલ્પેશ ઠાકોરને (Aplesh thakor) રાધનપુર અને ધવલ ઝાલાને બાયડ માટે બીજેપીએ ફાઇનલ કરી દીધા છે. બાકીની ચાર સીટો પૈકી થરાદમાં બનાસકાંઠાના સંસદ સભ્ય (MP) પરબત પટેલ તેમના પુત્ર શૈલેષ પટેલના નામને લઇ જીદ લઇને બેઠા હોવાની સૂત્રો કહી રહ્યા છે. બીજી તરફ ખેરાલુમાં વર્ષ 1972માં શંકરજી ઓખાજી ઠાકોર પરિવારનો દબદબો રહ્યો છે તે પાટણ સંસદ સભ્ય ભરતજી ઠાકોર પણ જાળવી રાખવા માંગે છે તેઓ તેમના ભાઈ રામસિંહને મેદાનમાં ઉતારવા માંગે છે. આ બન્ને બેઠકો પર બીજેપીએ કાર્યકર્તાને ટિકિટ આપવી કે પરિવારવાદને આગળ વધારવો તેને લઇ પ્રદેશની નેતાગીરી અવઢવ માં મુકાઈ છે.

અમરાઈવાડી વિધાનસભામાં બેઠક અને લુણાવાડા વિધાનસભા બેઠકમાં ઉમેદવારની પસંદગીમાં કાર્યકર્તા કરતા મારો કોણ તેને લઇને જંગ ખેલાઈ રહ્યો છે જેને કારણે ઉમેદવારી પસંદગી થઇ શકતી નથી. લુણાવાડામાં પંચમહાલના સંસદ સભ્ય રતનસિંહ કે જેઓ જિલ્લા બીજેપી પ્રમુખ જે પી પટેલના નામની જીદ લઇને બેઠા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. તેઓ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના પણ ખાસ હોવાનું સૂત્રો કહી રહ્યા છે. જોકે તેમના નામની સામે સ્થાનિક કાર્યકરો એ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

જયારે બીજુ જૂથ દિનેશ પટેલ, જીગ્નેશ સેવક નામનો આગ્રહ કરી રહ્યું છે. આ ઉપરાંત ત્રીજું જૂથ એવું માની રહ્યું છે કે આ બેઠક પરથી ઓબીસીને (OBC)બેઠક મળવી જોઈએ જેમાં જુવાનસિંહ ચૌહાણના નામનો કેટલાક નેતાઓ પ્રદેશના નેતાઓ પર દબાણ કરી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં અમરાઈવાડી વિધાનસભા બેઠક વર્ષ 2012 અને 2017 એમ વખત બીજેપી સતત જીતતું આવ્યું છે. આ બેઠક પર બીજેપીના પાટીદાર, ઓબીસી અને હિન્દી ભાષી નેતાઓ વચ્ચે ઉમેદવારની પસંદગીને આંતરિક દાવપેચ ખેલાઈ રહ્યા છે.

પૂર્વ સંસદ સભ્ય હરીન પાઠકના એક સમયના ખાસ મનાતા રમેશ કાંટાવાળાનું નામ અમરાઈવાડી વિધાનસભા માટે હોટ ફેવરિટ માનવામાં આવે છે. જેની સાથે બીજેપીના નેતાઓ અને કાર્યકર્તાઓમાં હડકમ્પ મચી જવા પામ્યો છે. જેની તરફેણ અમદાવાદ પૂર્વના સંસદ સભ્ય હસમુખ પટેલ. પ્રદેશ બીજેપીના પ્રમુખ જીતુ વાઘાણીએ કરી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.જયારે બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ, પૂર્વ સિન્ડિકેટ સભ્ય મહેશ કસવાળા, શહેર બીજેપી મહામંત્રી કમલેશ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ આ બેઠક માટે દાવેદારો મનાય છે જેમને રમેશ કાંટાવાળા નામથી આંચકો લાગ્યો છે. અમરાઈવાડીના બીજેપીના કાર્યકરો રમેશ કાંટાવાળાના નામને લઈ છૂપો અણગમો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-પક્ષપલટુઓને જાકારો આપનારી રાધનપુરની જનતા અલ્પેશને આવકારશે?

આવી સ્થિતિમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના વિશ્વાસુ મનાતા હર્ષદ પટેલના નામને પણ કેટલાક નેતાઓ આગળ વધારી રહ્યા છે. તેઓ હાલ મહીસાગર જિલ્લા બીજેપીના પ્રભારી છે તેઓ સંગઠનમાં માહિર માનવામાં આવે છે તેઓ અમિત શાહની વિધાનસભા હોય કે લોકસભા ચૂંટણી તમામમાં ચૂંટણી ઇન્ચાર્જ રહ્યા છે. ત્યારે અમિત શાહની નજીક મનાતા નેતાઓ અને કાર્યકરોએ હર્ષદ પટેલ નામની રજૂઆત કરી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે રમેશ કાંટાવાળાને સમર્થન આપતા નેતાઓ હર્ષદ પટેલના નામનો વિરોધ પણ ન કરી શકે. કારણ કે તેઓ અમિત શાહના વિશ્વાસુ અને રાઈટ હેન્ડ હોવાથી વિરોધ પણ ન કરી શકે. જોકે આખરી નામો તો બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નક્કી કરશે.
First published: September 26, 2019, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading