બેન્ક કર્મચારીઓની હડતાળ સામે વેપારી સંગઠનો વિફર્યા, ગુજરાત હાઇકોર્ટમાં કરી PIL


Updated: January 24, 2020, 10:56 PM IST
બેન્ક કર્મચારીઓની હડતાળ સામે વેપારી સંગઠનો વિફર્યા, ગુજરાત હાઇકોર્ટમાં કરી PIL
ગુજરાત હાઇકોર્ટ ફાઇલ તસવીર

જાન્યુઆરીમાં સળંગ બે દિવસ અને માર્ચમાં ત્રણ દિવસની બેન્ક કર્મચારીઓની હડતાળ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી વેપારી સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદઃ અવારનવાર પોતાની પડતર માંગણીઓ ન સંતોષતા હડતાળ ઉપર જવા મજબૂર બેંક કર્મચારીઓની (Bank employees) હડતાળથી (Strike) નારાજ વેપારી સંગઠનોએ (Traders unions)ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat high court) જાહેર હિતની અરજી કરી છે.

જાન્યુઆરીમાં સળંગ બે દિવસ અને માર્ચમાં ત્રણ દિવસની બેન્ક કર્મચારીઓની હડતાળ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી વેપારી સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજદારોની રજૂઆત છે કે આર્થીક હાડમારી ભોગવતા દેશમાં બેન્કો વારંવાર હડતાલ પાડશે તો નાના વેપારીઓનું શું થશે? અરજી અંગે આગામી અઠવાડિયે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.

જ્યારે લોકચર્ચા એ પણ ચાલે છેકે વાંક કોનો સરકારનો કે બેન્ક કર્મચારીઓનો? ત્યારે આ જાહેરહીતની અરજી મા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન અને અન્ય વિસ્તારોના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અરજદાર તરીકે રજૂઆત છે કે ૧૫મી જાન્યુઆરીના રોજ યુનિયન ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ૩૧મી જાન્યુઆરી અને પહેલી ફેબુ્રઆરીના રોજ ભારતભરના બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. ૧૦મી માર્ચના રોજ હોળીની જાહેર રજા છે.

તેથી ત્યારબાદ ૧૧મી માર્ચથી ૧૩મી માર્ચ સુધી સળંગ ત્રણ દિવસ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. અરજદારની રજૂઆત છે કે એક અંદાજ પ્રમાણે આ હડતાલોના કારણે ભારતભરમાં ૨૧ હજાર કરોડની નાણાંકીય વ્યવહારો રોકાશે અને ગુજરાત રાજ્યમાં ૧૨ હજાર કરોડના નાણાંકીય વ્યવહારો ઠપ્પ થશે.બેન્ક કર્મચારીઓ તેમની વિવિધ ૧૨ માગણીઓને લઇને હડતાલ પર ઉતરી રહ્યા છે. બેન્ક કર્મચારીઓની હડતાલ અવારનવારનો ઘટનાક્રમ બની રહ્યો છે.

દેશ હાલ આર્થિક મંદી અને સ્લોડાઉનના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં બેન્કો હડતાલ પર ઉતરશે તો નાના વેપારીઓ કપરી પરિસ્થિતિમાં મૂકાશે. બેન્ક કર્મચારીઓની જે માગણી છે તે અંગે હાલ સરકાર સાથે વાટાઘાટો ચાલી જ રહી છે તો આ મુદ્દે હડતાલ પર ઉતરવાનો કોઇ અર્થ નથી. વેપારીઓ ઉપરાંત સામાન્ય લોકોના આર્થિક વ્યવહારોને પણ બેન્કની લાંબી હડતાલોના કારણે અસર પડે છે. અરજદારની રજૂઆત છે કે વારંવાર હડતાલ કરનારા બેન્ક કર્મચારીઓ સામે યોગ્ય આદેશ થવા જોઇએ.
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर