શ્રી શ્રી રવિશંકર ના આશ્રામ માં શું કરી રહ્યાં છે બુરહાન વાની ના પિતા?
શ્રી શ્રી રવિશંકર ના આશ્રામ માં શું કરી રહ્યાં છે બુરહાન વાની ના પિતા?
કાશ્મીર માં ઠાર કરાયેલ આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન ના આતંકી બુરહાન વાની ના પિતા મુઝફ્ફર વાની શનિવારે આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર સાથે તેમના બેંગલુરૂ આશ્રમમાં મુલાકાત કરી હતી.
કાશ્મીર માં ઠાર કરાયેલ આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન ના આતંકી બુરહાન વાની ના પિતા મુઝફ્ફર વાની શનિવારે આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર સાથે તેમના બેંગલુરૂ આશ્રમમાં મુલાકાત કરી હતી.
બેંગલુરૂ# કાશ્મીર માં ઠાર કરાયેલ આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન ના આતંકી બુરહાન વાની ના પિતા મુઝફ્ફર વાની શનિવારે આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર સાથે તેમના બેંગલુરૂ આશ્રમમાં મુલાકાત કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, બન્ને એ કાશ્મીર માં ચાલી રહેલી હિંસાને જોતા ફરી શાંતિ સ્થપાય તે માટે વાતચીત કરી હતી.
આર્ટ ઓફ લિવિંગ ના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે વાની ના પિતાની સાથે એક તસ્વીર ટ્વીટ કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે, 'ગત બે દિવસોથી બુરહાન વાની ના પિતા મુઝ્ફ્ફર વાની 2 દિવસ અમારા આશ્રમ માં રોકાયા હતા. અમે ઘણા મુદ્દા પર વાતચીત કરી હતી.'
દક્ષિણ કાશ્મીરના એક સરકારી સ્કુલના પ્રિન્સિપાલ મુઝફ્ફર વાની આ પહેલા પણ ચર્ચા માં હતા, જ્યારે તેમણે મીડિયા ને જણાવ્યું હતુ કે, હું બુરહાન ની લાશની પ્રતિક્ષા કરી રહ્યો છું. એક ફાઇટરનું જીવન માત્ર સાત વર્ષનું હોય છે અને બુરહાન 6 વર્ષ પૂર્ણ કરી ચૂક્યો હતો. હું જાણતો હતો કે, તેનો સમય આવશે. 8 જુલાઈના રોજ બુરહાન ના માર્યા ગયા બાદ તેના પિતાએ તેને શહિદનો દરજ્જો આપ્યો હતો. જે કાશ્મીરની આઝાદી માટે કુર્બાન થયો હતો.
બુરહાન વાની ના માર્યા ગયા બાદ કાશ્મીરમાં થયેલ હિંસામાં અત્યાર સુધી 70 લોકોના મોત થઇ ચૂક્યા છે અને હજારો લોકો ઇજાગ્રસ્ત પામ્યા છે. કાશ્મીર માં આ સમગ્ર ઘટના છેલ્લા 50 દિવસોથી ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર