Home /News /madhya-gujarat /

અમરનાથ યાત્રા: બૂલેટપ્રૂફ જેકેટ હશે તો જ યાત્રાને મળશે મંજૂરી

અમરનાથ યાત્રા: બૂલેટપ્રૂફ જેકેટ હશે તો જ યાત્રાને મળશે મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

    આગામી વર્ષથી અમરનાથ યાત્રા પર ટ્રાવેલ્સ બસમાં જતા યાત્રિકો માટે સરકારે સુરક્ષાને લઇને ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. આ માટે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ગયા વર્ષે અનંતનાગમાં ગુજરાતની બસ પર આંતકવાદીઓએ હુમલો કર્યો હતો. એ સમયે ડ્રાઇવરે હિંમત બતાવતા અનેક યાત્રિકોનો જીવ બચી ગયો હતો.

    શું છે નવા નિયમ?

    નવા નિયમો પ્રમાણે બસના ડ્રાઇવર અને કંડક્ટરે ફરજીયાત બુલેટપ્રુફ જેકેટ પેહરવું પડશે અને તેની ઉંમર 50 વર્ષથી ઓછી હોવી જોઇએ. સાથે દરેક યાત્રીઓએ પણ બુલેટપ્રુફ જેકેટ પેહરવા પડશે. અમરનાથ યાત્રા માટે 13 વર્ષથી નાના અને 75 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિને મંજૂરી નહીં મળે. આ ઉપરાંત જે બસમાં યાત્રિકો જઈ રહ્યા હોય તે બસ આઠ વર્ષથી જૂની ન હોવી જોઈએ એવો પણ નિયમ છે.

    ટૂર ઓપરેટર માટે શું નિયમ?

    ટૂર ઓપરેટરોએ અમરનાથ યાત્રાની પરમીટ લેતી વખતે કયા રૂટથી કઈ તારીખે ક્યાં જશે તેનો અંદાજીત પ્લાન આપવાનો રહશે. બસના ડ્રાઇવરે સ્થાનિક રાજ્યનો મોબાઈલ નંબર આપવાનો રહેશે. એક નિયમ પ્રમાણે બસના દરવાજાને અંદરથી બંધ કરી શકાય તે રીતે સ્ટોપર હોવી જોઈએ.

    નિયમો પાળવા બનશે મુશ્કેલ

    ગુજરાતમાંથી વર્ષે હજારોની સંખ્યામાં યાત્રિકો અમરનાથ યાત્રા પર જાય છે. સરકારના નવા નિયમ બાદ ટૂર સંચાલકોની સાથે સાથે યાત્રિકો પણ દ્વિધામાં મૂકાયા છે. કારણ કે યાત્રિકોએ હવે યાત્રાના ખર્ચ ઉપરાંત બૂલેટપ્રૂફ જેકેટનો ખર્ચ પણ ભોગવવો પડશે. જે અંદાજિત 12 હજાર જેટલો થાય છે. એટલું જ નહીં આ બૂલેટપ્રુફ જેકેટ ઓપન માર્કેટમાં ઉપલબ્ધ પણ નથી હોતા. ત્યારે વિવિધ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા સરકારને એવી રજૂઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા બૂલેટપ્રુફ જેકેટ ભાડે પૂરા પાડવામાં આવે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bulletproof jacket, Guidelines, Gujarat Government, Permission

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन