અમદાવાદ : વરરાજાએ વરઘોડામાં બંદૂક કાઢી ફાયરિંગ કર્યુ, Video વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ

અમદાવાદ : વરરાજાએ વરઘોડામાં બંદૂક કાઢી ફાયરિંગ કર્યુ, Video વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ
પોલીસે આ મામલે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી અને ધરપકડ કરી છે.

અમદાવાદના ઓઢવમાં પોલીસને પડકારતો વરરાજા, લગ્નના આવેશમાં કાયદો ખીસ્સામાં મૂકીને હવામાં ફાયરિંગ કરતા પોલીસ ફરિયાદ, જુઓ વાયરલ વીડિયો

  • Share this:
અમદાવાદ - બર્થ ડે પાર્ટીમાં, સામાજિક પ્રસંગ માં કે પછી શોખ માટે હવા માં ફાયરિંગ (Firing) કરવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક દિવસ અગાઉ અમદાવાદમાં (Ahmedabad ) એક પછી એક ફાયરિંગના ચારથી પાંચ વીડિયો વાયરલ (Viral Video) of Firing) થયા બાદ પોલીસ સફાળી જાગી ઊઠી હતી અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે આ ઘટના બાદ પણ હજી પણ લોકો જાણે કે સુધરવાનું નામ ન લઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ઓઢવમાં લગ્ન પ્રસંગનાં (Ahmedabad Wedding Firing Video) વરઘોડા દરમિયાન વરરાજાએ જાહેરમાં હવામાં ફાયરિંગ કર્યું છે.

અમદાવાદમાં દિવાળીના પર્વ બાદ કોરોના ના કેસ માં વધારો જોવા મળતા રાજ્ય સરકાર દ્વારા સામાજિક પ્રસંગોમાં સો વ્યક્તિઓને હાજર રહેવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે વરઘોડો નીકાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે શહેરના ઓઢવ વિસ્તારમાં આ ગાઈડ લાઈન ની એસીતેસી થઈ હોવાનું જોવા મળ્યું છે. ઓઢવ માં હરે કૃષ્ણ સોસાયટી પાસે લગ્ન માં વરઘોડો પણ નીકળવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : સુરત : રત્નકલાકારે તાપીમાં કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો, માછીમારોએ જિંદગી બચાવી

જો કે બાકી હતું તો વરરાજા એ જ હવામાં ફાયરિંગ કર્યું છે. જો કે પોલીસને આ બાબત નું સહેજે જાણ સુદ્ધાં પણ ના થઈ. જો કે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ હતી અને બે આરોપીઓને ઝડપીને તેઓની સામે ફરિયાદ નોંધી છે.  પોલીસે આ વીડિયો વાયરલ થયા બાદ શિવા રાજપુત અને અન્ય એક ઈસમ વિરુદ્ધ માં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ એ આ બંને આરોપી ઓનો ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  વડોદરા : બસ અને ટુ-વ્હીલરનો અકસ્માત, આધેડ ચાલકના માથે જોટો ફરી વળતા કરૂણ મોત

ગત મહિને અમદાવાદમાં દિવાળીના પર્વ નિમિતી ત્યારબાદ જન્મદિનની ઊજવણીમાં એક બાદ એક ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી. હવામાં માતેલા સાંઢની જેમ ફાયરિંગ કરતા લુખ્ખા તત્વોને કાયદાનું ભાવ કરાવવા માટે પોલીસે હવે ત્રીજુ નેત્ર ખોલવું પડશે તેવી માંગ ઉઠી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ આવા તત્વોને ભાન કરાવે તેવી માંગ ઉઠી રહી છે.
Published by:Jay Mishra
First published:December 11, 2020, 10:26 am

ટૉપ ન્યૂઝ