Home /News /madhya-gujarat /

અમદાવાદના બિલ્ડરનું અપહરણ કરીને માંગ્યા લાખો રૂપિયા, 'કોઈને કહીશ તો દીકરીનું કન્યાદાન પણ નહીં કરી શકે'

અમદાવાદના બિલ્ડરનું અપહરણ કરીને માંગ્યા લાખો રૂપિયા, 'કોઈને કહીશ તો દીકરીનું કન્યાદાન પણ નહીં કરી શકે'

આરોપીની તસવીર

Ahmedabnad news: તેઓને મકરબાથી સાણંદ તરફ લઈ ગયા. જેમાં વાતચીત દરમિયાન એકનું નામ રફીક હોવાનું સામે આવ્યું.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) વધુ એકવાર રૂપિયાની લેતી દેતીમાં બિલ્ડરના અપહરણની (kidnapping) ઘટના (crime news) સામે આવી છે. જે ઘટનામાં નાણાં આપી છૂટીને આવેલા ભોગ બનનાર બિલ્ડરે પોલીસ ફરિયાદ કરતા પોલીસે એક શખ્સને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં કેવલ મહેતા નામની વ્યક્તિ કે જે, કન્સ્ટ્રકશનનું કામ કરે છે. તેઓએ ફરિયાદ કરી હતી કે, 24 ડિસેમ્બરે તેઓ મકરબા સ્થિત તેમના ઘરેથી રાણીપ ઓફિસે જતા હતા. ત્યારે કેટલાક શખ્સો આવી ઘર પાસે થોડે દુર બે બાઇક સવાર આવી અકસ્માત કેમ સર્જ્યો કહી કાર રોકી અને તે બીજું કંઈ સમજે તે પહેલાં એક ઇનોવા કાર આવી અને તેઓને તેમાં બેસાડી સાણંદ પાસે કે ડી પાર્ટી પ્લોટ નજીક ખુલ્લી જગ્યામાં લઈ ગયા. જે દરમિયાન કારમાં રહેલા શખ્સોએ તેમની પાસે નાણાં માંગ્યા અને બંધ રહેવા ધમકી આપી. તેમજ બિલ્ડર કેવલ મહેતા પર ચપ્પુ પણ ઉગામયુ હતું જેમાં કેવલ મહેતાને ઇજા પણ થઈ હતી.

જોકે, બાદમાં ધમકીઓ આપતા અને 3 કરોડ નાણાં માંગતા તેમાંથી 1 કરોડ પર આવતા આખરે મામલો સુલજયો અને કેવલ મહેતાએ એક કરોડ આપતા તેનો છુટકારો થયો. જે ઘટનામાં છુટકારો મેળવનારે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર બિલ્ડર અને અશોક બને પાર્ટનર છે. જેઓ સાથે કામ કરતા. જેમાં અશોકને કેવલ મહેતા પાસેથી 3 કરોડ લેવાના હોવાની ચર્ચા છે. જેથી આ પ્લાન ઘડાયો હોઈ શકે છે.

જે પ્લાન પ્રમાણે, 24 ડિસેમ્બરે બિલ્ડર કેવલ મહેતાના મકરબા સ્થિત ઘર પાસેથી તેઓનું અપહરણ કરવામાં આવ્યું. જે બાદ અપહરણકર્તા તેઓને મકરબાથી સાણંદ તરફ લઈ ગયા. જેમાં વાતચીત દરમિયાન એકનું નામ રફીક હોવાનું સામે આવ્યું. બાદમાં તેઓએ તેલાવ ગામ પહેલા કાર પાસે અન્ય એક કાર આવી અને ત્યાં રફીકે બાજુની કારમાં જોવાનું કહેતા તેમાં અશોક અને તેનો દીકરો નિલ હોવાનુ ખૂલ્યું. જેમને બતાવી તેમના વ્યવહાર નું શુ કરવાનું છે નહિતર અમે પોરબંદરના કુખ્યાત શખ્સો છે જોઈ લઈશું તેવી ધમકી આપી હતી.

આ પણ વાંચો - Ahmedabad Crime: પાનનાં ગલ્લે યુવકને ભેગા મળીને લોકોએ માર્યો, કારણ જાણીને નવાઇ લાગશે CCTV Viral

બાદમાં કેવલ મહેતાને સાણંદ ખાતે કે ડી પાર્ટી પ્લોટ પાસે ખુલ્લી જગ્યામાં લઈ ગયા અને ત્યાં અશોકે આવી તેના પર ચપ્પા વડે હુમલો પણ કર્યો. જેમાં કેવલને ઇજા પણ થઈ. આ સમગ્ર મામલા દરમિયાન કેવલ પાસે 3 કરોડ માંગવામાં આવ્યા. પણ નાણાં નહિ હોવાનું કહેતા 1 કરોડ પર વાત અટકી. જેમાં કેવલ તેની ઓફિસથી 80 લાખના ચેક અને 3 લાખ રોકડ બળજબરી પૂર્વક આપતા મામલો થાળે પડ્યો. જોકે અપહરણ કર્તાઓને વિશ્વાસ ન આવતા તેઓએ સાથે આવવા અને કોઈને ઘટનાની જાણ થશે તો દીકરીનું કન્યાદાન પણ નહીં કરી શકે તેવી ધમકી પણ આપી. જે બાદ કેવલ મહેતાની તબિયત બગડી હોવાથી ઓફિસ બાદ તેણે સાથે આવવાનો ઇનકાર કરતા કેવલ મહેતાના ભાણેજને સાથે લઈ ગયા.

આ પણ વાંચો - Kishan Bharwad હત્યા કેસમાં સામે આવ્યાં અનેક ખુલાસા, આ 14 છે વધુ રિમાન્ડના કારણો

જેને એક કલાક બાદ અપહરણ કર્તાઓએ છોડ્યો. જે બાદ કેવલ મહેતાએ ફરિયાદ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને સમગ્ર ઘટનામાં રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરી. સાથે જ રફીક અને અશોક અને તેના પુત્ર સહિત ઘટનામાં સંડોવાયેલા લોકોની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે. અપહરણ અને ખંડણીની આ ઘટનામાં હાલ એક આરોપી પકડાઈ ગયો છે. તો અન્યની શોધખોળ ચાલી રહી છે. જેઓને શોધવા તેમજ વધુ પુરાવા મેળવવા માટે સરખેજ પોલીસે આરોપી રાજેશને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા જોકે કોર્ટે બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આ સમગ્ર ઘટનામાં પોલીસ મુખ્ય આરોપીઓને ક્યારે અને કેવી રીતે ઝડપે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, અમદાવાદ, ક્રાઇમ, ગુજરાત

આગામી સમાચાર