અમદાવાદ: કરોડોની છેતરપિંડી કરનાર ઠગ બિલ્ડર કેવલ મહેતાની ધરપકડ

News18 Gujarati
Updated: March 25, 2019, 2:50 PM IST
અમદાવાદ: કરોડોની છેતરપિંડી કરનાર ઠગ બિલ્ડર કેવલ મહેતાની ધરપકડ
કેવલ પટેલની ફાઇલ તસવીર

આ બિલ્ડર પર અત્યાર સુધીમાં અમદાવાદનાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ 7થી વધારે ગુના નોંધાયા છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરનાં ઠગ બિલ્ડર કેવલ મહેતાની બોપલ રિંગરોડ પરથી પોલીસે ધરપકડ કરી છે. આ બિલ્ડર પર અત્યાર સુધીમાં અમદાવાદનાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ 7થી વધારે ગુના નોંધાયા છે. જેમાં કરોડો રૂપિયાની છેતરપિંડી, ધાકધમકી, એટ્રોસિટી તેમજ બાંધકામ માટેનાં જરૂરી નિયમોનું પાલન ન કરવું તથા સાઇટ પર ગંભીર બેદરકારી જેવી ફરિયાદો નોંધાઇ છે.

આ પણ વાંચો: પત્રકાર ચિરાગ પટેલની હત્યાનું રહસ્ય અકબંધ, રાજીવ સાતવે વ્યક્ત કર્યું દુ:ખ

જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ

બિલ્ડર કેવલ મહેતાએ લીફ્ટ કોન્ટ્રાક્ટરના પિતાને જાનથી મારી નાખવાની ધમકીની વધુ એક ફરીયાદ પોલીસમાં થઈ હતી. તેની સ્કીમમાં લીફ્ટ કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી કરતા કોન્ટ્રાક્ટરના પિતાની ઉંમર 67 વર્ષ છે. બે હાર્ટ એટેક અને એક બ્રેઈન સ્ટ્રોક આવેલા છે. તેમ છતાં કેવલ મેહતા દ્વારા તેઓની સામે ખોટી ફરીયાદ કરીને માનસિક અને શારીરીક ત્રાસ આપતા હતાં. કેવલ મહેતા તથા ઘુમા ગામનાં કનુ હરિ પટેલ વિરુધ્ધ કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: હવે ટ્રાફિક નિયમ તોડશો તો પોલીસની નજરથી નહીં બચી શકો

પૈસા આપવાનાં નીકળતા તેમને ધમકાવ્યાં હતાંબિલ્ડર કેવલ મહેતાની ન્યુ રાણીપમાં ચાલતી આશ્રય 9 અને આશ્રય 10 સાઇટ તેમજ બોપલની ગાર્ડન પેરેડાઈઝ સાઇટ પર હઠીસિંહ ચૌધરીએ ફેબ્રિકેશનનો માલ આપ્યો હતો. જેના 4.33 લાખ લેવાના નીકળતા હતા. જે ચૂકવ્યા ન હતા. કપચીનો માલ પૂરો પાડનાર મિતેશ પ્રજાપતિના પણ 4.55 લાખ ચૂકવ્યા ન હતા. આ બાબતે બંને વેપારી સાઈટની ઓફિસે ગયા ત્યારે તહેમલતા ઉર્ફે ટીના મેડમ, સ્વીટુ શેઠ અને તેમના બાઉન્સરોએ ધમકાવ્યા હતા.
First published: March 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading