Home /News /madhya-gujarat /BUDGET 2019: અમદાવાદમાં 20, સુરતમાં 10 અને રાજકોટમાં 8 ફ્લાયઓવર બનશે

BUDGET 2019: અમદાવાદમાં 20, સુરતમાં 10 અને રાજકોટમાં 8 ફ્લાયઓવર બનશે

નિતીન પટેલની ફાઇલ તસવીર

રાજ્યમાં નવા વિસ્તારોનાં ટીપી સ્કીમોની માળખાકીય સુવિધા જેમ કે પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇઠ, ડ્રેનેજ માટે 500 કરોડ ફાળવવામાં આવશે

    અમદાવાદ:  ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ  નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાણામંત્રી નીતિન ભાઇ પટેલે રજુ કર્યું હતું. આ બજેટમાં રાજ્યનાં શહેરી વિકાસ પાછળ વિવિધ ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી.  નીતિન પટેલ જાહેરાત કરી હતી કે રાજ્યના શહેરી મહાનગરપાલિકા વિસ્તારોમાં 54 અને નગરપાલિકા વિસ્તારોમાં 21 એમ કુલ 75 ફ્લાયઓવર બનાવવામાં આવશે.

    વિવિધ જાહેરાતો પર એક નજર: 

    • રાજ્યમાં દિવસે દિવસે વાહનોની સંખ્યામાં ખુબ વધારો થઇ રહ્યો છે. વાહન વ્યવહારની સરળતા અને સલામતી માટે રાજ્યનાં વિવિધ શહેરોમાં કૂલ 75 ફ્લાય ઓવર બનાવવામાં આવશે. આ માટે જરૂરી નાણાકીય ફાળવણી કરવામાં આવશે.

    • આ ફ્લાય ઓવર માટે અમદાવાદમાં 20 ફ્લાય ઓવર, સુરતમાં 10 અને વડોદરામાં 8 ફ્લાયઓવર બનાવવામાં આશે. તેમજ રાજકોટમાં 8 જામનગરમાં 3, ભાવનગરમાં 3 અને જુનાગઢમાં 2 ફ્લાયઓવર બનાવવામાં આવશે.

    • આ ઉપરાંત દાહોદ, ગોધરા, ભૂજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર નડીયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંક્લેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં એક એક એમ કૂલ 75 ફ્લાયઓવર ગુજરાતનાં વિકાસ માટે બનાવવામાં આવશે.

    • રાજ્યમાં ત્રણ વર્ષની અંદર7 રેલ્વે ફાટકો ઉપર ઓવરબ્રીજ અથવા અન્ડર બ્રીજ બનાવવાનું કામ વર્ષ 2019-20માં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષ ત્રણ વર્ષ સુધી દર વર્ષે આશરે 250 કરોડ એટલે કે કૂલ 750 કરોડથી વધુ ખર્ચ થશે.

    • રાજ્યમાં નવા વિસ્તારોનાં ટીપી સ્કીમોની માળખાકીય સુવિધા જેમ કે પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇઠ, ડ્રેનેજ માટે 500 કરોડ ફાળવવામાં આવશે.

    • નાગરીકોને બસ સુવિધાનો લાભ મળે અને પર્યાવરણની જાળવણી માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના હેઠળ 300 ઇલેક્ટ્રીક બસ સહિત કુલ 700 બસ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે મંજૂરી આપવામાં આવી.

    • અમદાવાદ શહેરમાં મેટ્રો રેલનાં ફેઝ-1 પેકી વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીનાં 6.5 કિલોમીટરનાં રૂપટ પર મેટ્રો રેલની સેવા શરૂ થશે. સંપૂર્ણ ફેઝ-1 ડિસેમ્બર 2020 સુધીમાં પૂર્ણ કરી પરિવહન સુવિધા શરૂ કરવામાં આવશે.

    • વર્ષ 2022 સુધીમાં દરેકને ઘરનું ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં સ્થાનિક સ્ત્તામંડળોમાં 7 લાખ 64 હજાર પરિવારોને આવાસ પૂરુ પાડવામાં આવ્યું છે. જે પૈકી અત્યાર સુધીમાં 3 લાખ 87 હજાર આવાસો મંજૂર કરવામાં આવ્યા છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Bjp government, Budget 2019, Gujarat state

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन