આ સરકારે આદિવાસીઓને ભારોભાર અન્યાય કર્યો છે : BTP નેતા છોટુ વસાવા

News18 Gujarati
Updated: December 9, 2019, 9:02 AM IST
આ સરકારે આદિવાસીઓને ભારોભાર અન્યાય કર્યો છે : BTP નેતા છોટુ વસાવા
બીટીપી નેતા છોટુ વસાવા

'કલમ 5 અને 6માં આદિવાસીઓ પોતાનાં વિસ્તારમાં આદિવાસી ગામ સભા કરીને રાજ કરી શકે. તેવી વ્યવસ્થા છે પરંતુ તે લાગુ નથી કરતા'

  • Share this:
ગાંધીનગર : આજે આદિવાસીઓનાં પ્રશ્નો માટે ગાંધીનગરમાં રાજ્યભરનાં આદિવાસીઓ બીટીપીનાં પ્રમુખ છોટુ વસાવાનાં નેતૃત્વમાં રેલી કઢાશે. છોટુ વસાવા ટ્રાયબલ કાસ્ટ માટેની બંધારણની કલમ 5-6નો અમલ નથી તે મુદ્દે આ સાથે નર્મદાનાં વિસ્થાપિતો અંગે તથા ગૌણ સેવા મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરિતી મુદ્દે વિરોધ પ્રદર્શન કરીને રેલી કાઢશે. જોકે, આ રેલીને મંજૂરી નથી મળી. રસ્તામાં જ આદિવાસીઓની અટકાયત કરી શકાય તેવી પણ શક્યતાઓ છે.

'સરકાર કલમ 5 અને 6 લાગુ નથી કરતી'

આ અંગે છોટુ વસાવાએ ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ' આ સરકારે આદિવાસીઓને ભારોભાર અન્યાય કર્યો છે. કલમ 5 અને 6માં આદિવાસીઓ પોતાનાં વિસ્તારમાં આદિવાસી ગામ સભા કરીને રાજ કરી શકે. તેવી વ્યવસ્થા છે પરંતુ તે લાગુ નથી કરતા. આ સાથે ખનીજ પણ આદિવાસીઓને મળી શકે તેમ છે. તેઓ આનો વેપાર કરી શકે પરંતુ તે પણ લાગુ નથી કરતા. સરકાર ધ્યાન આપતી નથી. અમે અન્યાય સહન કરવા તૈયાર નથી. ભલે અમને અહીંયા આવતા અટકાવશે પરંતુ અમે નાના ગામડામાં અને જિલ્લાઓમાં મોટા પાયે આંદોલન કરીશું.'

આ પણ વાંચો : કૉંગ્રેસની વિધાનસભા કૂચ : 1500 પોલીકર્મીઓનાં બંદોબસ્ત સાથે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું

'રાજ્યપાલને આવેદન પત્ર આપીશું'

રેલીની મંજૂરી નથી મળી તો, અમે જેટલા લોકો ભેગા થઇશું તે બધા સાથે મળીને સરકાર સામે વિરોધ કરીશું. સરકારનું વિરોધ કરવાનું કામ છે તો અમે સામે વિરોધ કરીશું. આજે રાજ્યપાલને મળીને અમે અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આવેદન પત્ર આપીશું. અમારા કાર્યકર્તોઓને તેમના ઘરેથી જ પોલીસે અટકાયત કરી છે પરંતુ અમે ગભરાતા નથી પરંતુ અમે અમારું આંદોલન ચાલુ જ રાખીશું.આ છે મુખ્ય મુદ્દા

તેમણે લડત માટેનાં મુદ્ગા ગણાવતા કહ્યું કે, કલમ 5 અને 6 ઉપરાંત, આદિવાસી શાળાઓ બંધ ન કરવી, નર્મદાને નોટિફાઇડ વિસ્તાર જાહેર ન કરવો, આદિવાસીઓને વિસ્થાપિત ન કરવા આ બધા મુદ્દા લઇને અમે લડીશું. આ વખતે વિધાનસભામાં નર્મદાનાં વિસ્થાપિતોની વિરુદ્ધમાં બિલ રજૂ કરવાનાં છે જેનો અમે સખત વિરોધ કરીશું.

આ પણ વાંચો : નાગરિકતા (સંશોધન) વિધેયક સોમવારે લોકસભામાં રજુ થશે, BJPએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો

'પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને ન્યાય આપવો જોઇએ'

બિન સચિવાલય કલાર્કની ભરતીની પરીક્ષા અંગે જણાવ્યું કે, સરકારે આ પરીક્ષા રદ કરીને ગરીબોને ન્યાય આપવો જોઇએ. પોતાનાં માણસોને ઘુસાડવા માટે આ ચોરી કરાવી છે. અમારા છોકરાઓને ચોરી કરવાની કોઇ છૂટ જ નથી. એટલે પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને ન્યાય આપવો જોઇએ.'

'સરકારે આદિવાસીઓની જમીન પડાવી લીધી છે'

તેમણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, 'સરકારે આદિવાસીઓની જમીન પડાવી લીધી છે, જંગલની જમીન ખનન માટે આપી દીધી છે, આદિવાસીઓનું વિસ્થાપન કરીને તગેડી મુકવાની વાત છે આ અંગેનો અમને સરકાર સામે ઘણો જ વિરોધ છે.'

 

 

 
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर