Home /News /madhya-gujarat /ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ : BSFએ India - Pakistan સરહદ પાસેથી 35 કરોડનું હેરોઇન જપ્ત કર્યું

ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ : BSFએ India - Pakistan સરહદ પાસેથી 35 કરોડનું હેરોઇન જપ્ત કર્યું

બોર્ડર ઉપરથી ડ્રગ્સ પકડાયું

Kutch Crime News: BSF, SOG અને બાડમેર પોલીસે (Barmer police) સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાડમેર જિલ્લાના પીએસ ગડરા રોડ પર પાંચાલા ગામ પાસેથી આ હેરોઇન જપ્ત કરવામાં સફળતા હાથ લાગી છે. 

અમદાવાદ: સરહદ પારથી વધુ એક નાપાક હરકત સામે આવી છે. ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ (Drugs racket) થયો છે. ભારત-પાકિસ્તાનની (India Pakistan) આંતરરાષ્ટ્રીય સીમા પાસે 14 કિલો હેરોઇનનો (Heroin) જથ્થો ઝડપાયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં (International market) આ હેરોઇનની કિંમત અંદાજે 35 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. BSF, SOG અને બાડમેર પોલીસે (Barmer police) સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાડમેર જિલ્લાના પીએસ ગડરા રોડ પર પાંચાલા ગામ પાસેથી આ હેરોઇન જપ્ત કરવામાં સફળતા હાથ લાગી છે.

પાકિસ્તાન તરફથી અનેકવાર ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાની નાપાક હરકત કરવામાં આવતી હોય છે. પરંતુ બોર્ડર સિક્યુરિટી ફોર્સની સતર્કતાના કારણે ડ્રગ્સ ઘુસાડનારા તત્વોના ઇરદા સફળ થાય તે પહેલા જ તેને ડામી દેવામાં આવે છે. સીમા પર BSF લના જવાનો સતત આ પ્રકારની ઘૂસણખોરીને રોકવા તૈનાત રહે છે. જેના કારણે ઘૂસણખોરોની ઘુસણખોરીની વાત હોય કે પાકિસ્તાનથી ડ્રગ્સ ઘુસાડવાનું કૌભાંડ હોય તે હજુ સુધી સફળ થઈ શક્યું નથી.

ગુજરાત ફ્રન્ટીયર BSFના જનસંપર્ક અધિકારીએ સમગ્ર બનાવની હકીકત પ્રેસ રિલીઝ મારફતે રજૂ કરી છે. જેમાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પાસે 14 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઝડપાયેલા આ હેરોઇનની કિંમત અંદાજે 35 કરોડ રૂપિયા છે.  BSF, SOG અને બાડમેર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાડમેર જિલ્લાના પીએસ ગડરા રોડ પર પાંચાલા ગામ પાસેથી આ હેરોઇન જપ્ત કરવામાં સફળતા હાથ લાગી છે.

આ પણ વાંચોઃ-Surat News: ભરબપોરે આગડિયા પેઢીમાં પાંચ અજાણ્યા લોકોએ અણીએ ચલાવી કરોડોની લૂંટ

BSF અને તપાસ અધિકારીઓ દ્વારા હવે આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ થઈ રહી છે. બાડમેર પોલીસ અને SOG માટે પણ હવે તપાસ વિષય એ છે કે આ હેરોઇનનો જથ્થો કેવી રીતે અહીં લાવવામાં આવ્યો, કોણ આ જથ્થો લાવ્યું છે. આ હેરોઇન ક્યાં ક્યાં પહોંચાડવાનું હતું. એટલું જ નહીં  એ ષડ્યંત્રમાં કોણ કોણ સંકળાયેલું છે તે વિગતો તપાસનો વિષય બની રહેવાનો છે.

આ પણ વાંચોઃ-Rajkot: '..બધાના પૈસા આપી દેજે.. હું દવાનું પગલું ભરું છું', મહિલા કોંગી અગ્રણી સહિત 12ના ત્રાસથી પ્રૌઢે કર્યો આપઘાત

મહત્વનું છે કે હાલમાં જ BSFની સતર્કતાના કારણે સરક્રીક વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ ધ્યાને આવતા  BSF ભુજની ટુકડીઓ પેટ્રોલિંગ કરતી વખતે સર ક્રીક વિસ્તારમાંથી ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની માછીમાર અને 3 ફિશિંગ બોટ ઝડપી લીધી હતી ત્યારે હવે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ પણ BSFની સતર્કતાના કારણે થયો છે.
Published by:ankit patel
First published:

Tags: BSF, Crime news, Gujarati news, Kutch news

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन