અમદાવાદઃ ભેજાબાજ Bsc કેમેસ્ટ્રીનો વિદ્યાર્થી ઝડપાયો, આવી રીતે કંપનીને લગાડ્યો હતો રૂ. 94 લાખનો ચુનો

અમદાવાદઃ ભેજાબાજ Bsc કેમેસ્ટ્રીનો વિદ્યાર્થી ઝડપાયો, આવી રીતે કંપનીને લગાડ્યો હતો રૂ. 94 લાખનો ચુનો
પકડાયેલા આરોપીની તસવીર

અમદાવાદ સાયબર ક્રાઇમે 80 જેટલા મોબાઇલ ડિવાઇસ તથા 70 જેટલા મોબાઈલ નંબરની માહિતી એનાલિસિસ કરતા તે બિહાર રાજ્ય ખાતે હોવાનું ખબર પડતાં લોકેશનના આધારે તપાસ કરી હતી.

  • Share this:
અમદાવાદઃ કંપનીનો ઇમેલ આઇડી (Email ID) વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક VPNનો ઉપયોગ કરી હેક કરી તેના આધારે કંપનીનો રજીસ્ટર મોબાઇલ સીમ કરી કંપનીના બેંક ખાતામાંથી કરોડોની રકમ ડેબિટ કરનાર બિહાર ઝારખંડની ગેંગના (Bihar-Jharkhand gang) સભ્યની અમદાવાદ સાયબર ક્રાઈમે (Ahmedabad cyber crime) ધરપકડ કરી છે. ગુલશન તનીકસિંગ મૂળ બિહારનો રહેવાસી આ શખ્સ કરોડોની ચીટિંગ કરનાર ગેંગનો સભ્ય છે.

અમદાવાદની એક કંપનીનું ઈમેઈલ આઈડી હેક કરી આ આરોપીએ 94 લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી છે. અમદાવાદના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસો પહેલા એક ગુનો દાખલ થયો હતો જેમાં અજાણી વ્યક્તિ દ્વારા વોડાફોન આઈડિયા કંપનીમાં ટ્રાઈડેન્ટ ઇન્ડિયા લિમિટેડનું મેઈલ આઇડી હેક કરી કંપનીનો બેંકમાં રજીસ્ટર મોબાઈલ નંબરને રિપ્લેસ કરી ખોટી માહિતી હેક કરી ઈમેલ આઈડીથી વોડાફોન આઈડિયા કંપનીને મેલ દ્વારા નવું સીમ કાર્ડ મેળવ્યું હતું.



સીમ સ્વેપિંગ કરી તેમજ કંપનીના નેટબેન્કિંગના યુઝરનેમ તથા પાસવર્ડ કોઈપણ રીતે મેળવી બેંક ખાતામાંથી નેટ બેન્કિંગનો ઉપયોગ કરી કંપનીની બહાર અલગ-અલગ ખાતામાંથી 94 લાખ 57 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા.

આ પણ વાંચોઃ-

જે બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમે 80 જેટલા મોબાઇલ ડિવાઇસ તથા 70 જેટલા મોબાઈલ નંબરની માહિતી એનાલિસિસ કરતા તે બિહાર રાજ્ય ખાતે હોવાનું ખબર પડતાં લોકેશનના આધારે તપાસ કરી હતી.

આ પણ વાંચોઃ-

અમદાવાદ સાયબર ક્રાઇમે બિહારમાંથી છુટુ વેશ ધારણ કરીને ફરતા આરોપી ગુલશન તનીક સિંગ નામના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મોબાઇલ ડિવાઇસ, 8 સિમકાર્ડ અને અલગ અલગ  સ્ક્રીપ્ટ કબ્જે કરી ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે બિહારથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે.



આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેણે બી.એસ.સી કેમેસ્ટ્રીનો અભ્યાસ મગધ યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યો છે..અને આરોપી સાથે સામેલ સહઆરોપીઓનું મોટું ગ્રુપ અલગ-અલગ પ્રકારના સાયબર ક્રાઈમના અપરાધને અંજામ આપે છે. આ કામ કરવા બદલ આરોપી પાસેથી તેણે ૪૦ ટકા કમિશન મળતું હતું.. હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડી અન્ય સાગરીતો અને આરોપીઓને શોધવાની તજવીજ તેજ કરી છે.
Published by:ankit patel
First published:February 10, 2021, 16:17 pm

ટૉપ ન્યૂઝ