Home /News /madhya-gujarat /

અમદાવાદ : રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતી 'નાની માછલીઓ' ઝડપાઈ, ભાવ જાણીને ચોંકી જશો

અમદાવાદ : રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતી 'નાની માછલીઓ' ઝડપાઈ, ભાવ જાણીને ચોંકી જશો

ક્રાઇમ બ્રન્ચે ઝડપી પાડેલા શખ્સો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના છટકામાં એસવીપી હૉસ્પિટલનો બ્રધર જસ્ટીન નામનો એક શખ્સ ઝડપાયા, લોકો એક એક ઇન્જેક્શન માટે વલખાં મારે છે ત્યારે જસ્ટીન પાસેથી 35 ઇન્જેક્શન મળી આવ્યા

હાલ કોરોનાની મહામારીમા (coronavirus) છેલ્લા ઘણા સમયથી રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી છે. જેને લઈ મોતના સોદાગરો દ્વારા રેમડેસિવિર (Remdesivir) કાળા બજારી શરૂ કરી દીધી છે. ક્રાઇમ બ્રાંચે છટકું ગોઠવી કાળા બજારી કરનારા ચાર આરોપી ધરપકડ કરી છે.જેમાં ક્રાઇમ બ્રાંચે બે ગુના નોંધી આરોપી પકડી પાડ્યા છે. જેમાં એસ.વી.પી.હોસ્પિટલ બ્રધર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કાળા બજારી કરતા ઝડપાયો છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમી મળી હતી કે જસ્ટિન પરેરા નામનો વ્યક્તિ ઇન્જેક્શનનો જથ્થો અન્ય જગ્યાએથી વગર પરવાને લાવી બજાર કિંમત કરતા ઊંચા ભાવે ગેરકાયદેસર વેચાણ કરે છે. જે આધારે ક્રાઈમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી હતી અને એક બોગસ ગ્રાહક તૈયાર કર્યો હતો.

આ બોગસ ગ્રાહક પાસે તેના મોટા ભાઈ ને કોરોના સંક્રમણ થયું છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને સારવાર માટે ત્રણ ઇન્જેકશનની જરૂરિયાત છે તેવો મેસેજ આ જસ્ટિનને કરાવ્યો હતો. જેથી જસ્ટિન નામના વ્યક્તિએ એક ઈન્જેક્શનના 8500 રૂપિયા થશે તેમ કહી એડવાન્સ પૈસા માંગ્યા હતા અને ઇન્જેક્શન ની ડિલિવરી અમદાવાદ એરપોર્ટ ખાતેથી મળી જશે તેવું કહ્યું.

આ પણ વાંચો : સુરત : 24 કલાકમાં વધુ 1655 નવા કેસ, આજે 25 દર્દીનાં મોત, જાણો ક્યા વિસ્તારમાં સ્થિતિ ગંભીર

બાદમાં બીજા દિવસે જસ્ટિન ને ફોન કર્યો અને એરપોર્ટ પાસે બોગસ ગ્રાહકની સાથે ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી જસ્ટિન નામનો આ શખ્સ મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે જસ્ટિન પરેરાની ધરપકડ કરી ક્રાઇમ બ્રાંચે આરોપીની જડતી કરી ત્યારે તેની પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ અને 35 જેટલા રેમડેસીવીર ઇન્જેક્શન નો જથ્થો મળી આવ્યો હતો.

આરોપી પોતે માસ્ક સેનીટાઇઝરનો ધંધો કરે છે અને તે અનુસંધાને છેલ્લા એક વર્ષથી રીજન્ટ હેલ્થ કેર મેમનગરના ડાયરેક્ટર વિવેક હુંડલાણીના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે ઓળખાણ થઈ હતી. કોરોનાની મહામારીમાં ઇન્જેક્શનની માંગ વધતા આ વિવેક પોતાની કંપનીના નામે બિલથી ઇન્જેક્શન ખરીદી કરી ઊંચા ભાવે વેચાણ કરશે અને તેમાં તે નફામાં ભાગ આપશે તેવી વાત કરી હતી.

આ પણ વાંચો : રાજકોટ : BJPના વોર્ડ પ્રભારી અને યુવકે ઇન્જેક્શનના નામે ઠગાઈ કરી હોવાનો આક્ષેપ, દર્દીના સગાઓએ નોંધાવી ફરિયાદ

વિવેક નામના વ્યક્તિએ સંમતિ આપતાં દસેક દિવસથી આરોપી દિલ્હીથી આ ઇંજેક્શન ખરીદી લાવતો હતો અને તેનું પેમેન્ટ પણ વિવેકની કંપનીના એકાઉન્ટમાંથી થતું હતું. આરોપી 5400 રૂપિયાના ઇન્જેક્શન ના 8,500 રૂપિયા લઇ કાળા બજાર કરતો હોવાનું સામે આવ્યું.રેમડેસિવિર કાળા બજારી કરનારા બીજા કોઈ નહિ પણ હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફ જ હોય છે.

એસ.વી.પી હોસ્પિટલમાં બ્રધર તરીકે કામ કરતો અક્ષય વાઝા દ્વારા ઇન્જેક્શન ચોરી કરી ઉંચા ભાવે વેચતો ક્રાઇમ બ્રાંચે ઝડપયો છે.ક્રાઇમ બ્રાંચે અક્ષય વાઝા સહિત 3 આરોપી ધરપકડ કરી છે.જેમાં આરોપી અક્ષય વાઝાની બહેન વીધી અને હરિઓમ ભેગા મળી ઇન્જેક્શન ઉંચા ભાવે વેંચતા હતા.

આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચે બે અલગ અલગ કેસ કરી ચાર આરોપી ધરપકડ કરી છે.પકડાયેલ આરોપી સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે...જેની ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે ત્યારે પકડાયેલ આરોપી પૂછપરછમાં નવા ખુલાસા થવાની શકયતા નકારી શકાય નહીં..
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad crime, Remdesivir, અમદાવાદ, કૌંભાંડ, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन