Home /News /madhya-gujarat /

Ahmedabad: ત્રણ બહેનોના એકનો એક ભાઈ મર્યા પછી થઈ ગયો અમર, જાણો શું છે હૃદયદ્રાવક કહાની

Ahmedabad: ત્રણ બહેનોના એકનો એક ભાઈ મર્યા પછી થઈ ગયો અમર, જાણો શું છે હૃદયદ્રાવક કહાની

મેહુલ પરમારની ફાઈલ તસવીર

Ahmedabad heart touching story: અકસ્માત થતા મેહુલ પરમારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad civil hospital) સારવાર માટે લાવવામાં આવ્યો. જ્યાં ડોકટર્સ દ્વારા બ્રેઇનડેડ (Braindead) જાહેર થયેલ મેહુલ પરમારે 5 વ્યક્તિઓને નવું જીવતદાન આપ્યું.

વધુ જુઓ ...
અમદાવાદ: સિવિલ હોસ્પિટલ (civil hospital) અમદાવાદની (Ahmedabad) આ વાત છે. જ્યાં ત્રણ બહેનોના એક ભાઈએ સારવાર દરમિયાન પથારીમાં દમ તોડ્યો. પણ આ ભાઈ મરતા મરતા જાણે અમર થઈ ગયો. અકસ્માત થતા મેહુલ પરમારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad civil hospital) સારવાર માટે લાવવામાં આવ્યો. જ્યાં ડોકટર્સ દ્વારા બ્રેઇનડેડ (Braindead) જાહેર થયેલ મેહુલ પરમારે 5 વ્યક્તિઓને નવું જીવતદાન આપ્યું. હવે જિંદાદિલ મેહુલનું હ્યદય ગ્રીનકોરિડોર (Green Corridor) મારફતે સોલાની ખાનગી હોસ્પિટલ પહોંચ્યું હવે આ હૃદય 21 વર્ષના યુવકમાં ધબકશે.

સાબરકાંઠાના તલોદ તાલુકામાં રહેતા મેહુલભાઈ પરમારે બાળપણમાં જ માતાપિતાની છત્રછાયાં ગુમાવી દીધી હતી. નાનપણથી ત્રણ બહેનો સાથે રહીને મોટો થયો હતો. બાળપણથી જ મેહુલભાઈના જીવનમાં ઘણો સંઘર્ષ હતો. આકરી મહેનત કરીને પોતાનું અને 3 બહેનોના બનેલા પરિવારનું ગુજરાન ચલાવતો. હંમેશા બીજાની વ્હારે અને મદદે જનારા મેહુલભાઈની હજુ 12 ડિસેમ્બરે જ સગાઈ થઈ હતી. પણ ન જાણ્યું જાનકી નાથે કાલે શુ થવાનું છે.

મેહુલ જીવનમાં હજૂ તો પોતાની પ્રિયતમાનો હાથ હાથમાં લઇને સજોડે ડગ માણીને સાંસારિક જીવનની શરૂઆત કરવાની હતી. પણ તે પહેલા જ તે કાળનો કોળિયો બની ગયો. 13 ડિસેમ્બરે તલોદ રોડ પર અકસ્માત થતા મેહુલભાઈને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો, જ્યાં તબીબો દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરી દીધા.

આ પણ વાંચોઃ-મહેસાણાઃ બાઈક-ડમ્પર વચ્ચે Accident, બાઈક સવાર પતિ-પત્ની અને પુત્રનું દર્દનાક મોત

મેહુલભાઈને બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલ હોસ્પિટલની SOTTO (State Organ Tissue Transplant Organisation) ની ટીમ દ્વારા તેના પરિવારજનોને અંગદાન વિશે વિગતવાર સમજણ આપતા મેહુલની ત્રણ બહેનો સહિત પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. બ્રેઇનડેડ થયેલા મેહુલભાઈના અંગદાન થકી હૃદય, લિવર, સ્વાદુપિંડ અને બંને કિડનીનું દાન મળ્યું. જે જરૂરિયાતમંદ દર્દીમાં ટૂંક સમયમાં જ પ્રત્યારોપણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-અમદાવાદના King બનવાના સપના જોતા માથાભારે રોહિત ઠાકોર ઝડપાયો, શું હતો પ્લાન?

મેહુલના અંગોના દાન થકી અન્ય 5 વ્યક્તિઓને જીવતદાન મળવા જઇ રહ્યું છે.અંગદાન વિશેની સમગ્ર વિગતો આપતા ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના 355 દિવસમાં હોસ્પિટલમાં 24 અંગદાનમાં સફળતા મળી છે. અત્યારસુધીમાં 24 વ્યક્તિઓના 81 અંગોના દાન થકી  68 વ્યક્તિઓને નવજીવનન મળ્યું છે.

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ ST બસના મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર વચ્ચે ઝપાઝપીનો video viral

સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક અંગદાનની જાગૃકતા અને સફળતા માટે કામગીરી કરી રહી છે. જેના પરિણામે આજે સમગ્ર શહેર અને રાજ્યમાં અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે. અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીનો જીવન સુધાર થઇ રહ્યો છે. આજે બ્રેઇન ડેડ થતા વ્યક્તિના પરિવારજનો પણ અંગદાનનું મહત્વ સમજીને અંગદાન એ જ મહાદાનની પરિકલ્પનાને સાકાર કરી કરી રહ્યા છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Civil Hospital, Gujarati News News, Organ donation

આગામી સમાચાર