ફાર્મહાઉસ બુક કરીને અમદાવાદનાં ભાઇ-બહેને વૃદ્ધ સાથે કરી 91 લાખની ઠગાઇ

News18 Gujarati
Updated: February 21, 2019, 9:47 AM IST
ફાર્મહાઉસ બુક કરીને અમદાવાદનાં ભાઇ-બહેને વૃદ્ધ સાથે કરી 91 લાખની ઠગાઇ
પ્રતિકાત્મક તસવીર

ભાઇ બહેન છે તેમણે વળતર સાથે રૂપિયા પરત આપવાની વાત કર્યા બાદ મળવાનું અને ફોન પર વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: કહેવાતી મેટ્રો સીટિમાં અનેક પહેલા પણ રુપિયાની લાલચમાં વૃદ્ધો સાથે છેતરપિંડી થયાનાં કિસ્સાઓ સામે આવ્યાં છે. આવો જ એક કિસ્સો શહેરમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ગીરીશભાઇ વોરા (ઉ.વ 61)એ સેજલ શાહ અને મિત શાહની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. ગીરીશભાઇએ સાત વર્ષ પહેલા 1.26 કરોડ રૂપિયા આપીને વૈષ્ણોદેવી સર્કલ પાસે બે ફ્લેટ અને ધોળકા ખાતે ફાર્મ હાઉસની સ્કીમમાં બે પ્લોટ બુક કરાવ્યા હતા. જે પછી સેજલ અને મિત કે જે બંન્ને ભાઇ બહેન છે તેમણે વળતર સાથે રૂપિયા પરત આપવાની વાત કર્યા બાદ મળવાનું અને ફોન પર વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.

સેટલાઇટમાં જોડીયાક આરીષ બિલ્ડીંગમાં રહેતા અને લોખંડના ભંગારની દલાલી કરતા ગીરીશભાઇએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં સેટેલાઇટમાં કૃપા સોસાયટીમાં રહેતા મિત ગોપાલભાઇ શાહ અને સેજલ ગોપાલભાઇ શાહ સામે ફરિયાદ નોધાવી છે. 2012માં ગોતામાં રહેતા તેમના મિત્રએકહ્યું હતું કે સેજલ અને મિતની એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે વી-3 વર્લ્ડ નામની ફ્લેટની સ્કીમ તથા ધોળકા ટિમ્બા ગામ પાસે ફાર્મ હાઉસની સ્કીમ મુકવામાં આવી છે. જ્યાં ગીરીશભાઇએ બે પ્લોટ બુક કરાવીને ટુકડે ટુકડે 1.26 કરોડ રૂપિયા આપ્યાં હતાં. જોકે આ ચુકવણીની કોઇ જ રિસીપ્ટ આપી ન હતી. સેજલ અને મિતે ડાયરીમાં જ નોંધ્યું હતું.

સાત વર્ષ પછી પણ ઘરનું પઝેશન ન મળતા વૃદ્ધે તેમના રૂપિયા પાછા આપવાનું કહ્યું હતું. જો કે વૃધ્ધને પ્લોટના મળતા રૂપિયાની ઉઘરાણી કરતાં બંન્નેએ ટુકડે ટુકડે 35 લાખ રૂપિયા પરત આપ્યા હતાં. જે પછી ભાઇ બહેને મળવાનું તથા ફોન પર વાત કરવાનું ટાળતા હતા. જેથી હજી ગીરીશભાઇને 91 લાખ રૂપિયા પરત મળ્યાં નથી. આ મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
First published: February 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading