ગીરમાં રેલવેના બ્રોડગેજ રૂપાંતરણથી સિંહોને જોખમ, પરિમલ નથવાણીએ વડાપ્રધાનને રજૂઆત કરી

News18 Gujarati
Updated: November 12, 2020, 11:42 AM IST
ગીરમાં રેલવેના બ્રોડગેજ રૂપાંતરણથી સિંહોને જોખમ, પરિમલ નથવાણીએ વડાપ્રધાનને રજૂઆત કરી
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની ફાઇલ તસવીર

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વડાપ્રધાન, પર્યાવરણ મંત્રી, મુખ્યમંત્રીની પત્ર લખી રજૂઆત કરી 150 કિમીની રેલવે લાઇનનું બ્રોડગેજ રૂપાંતરણ મોકૂફ રાખવાની રજૂઆત કરી

  • Share this:
અમદાવાદ : સાસણગીર સહિતના ગીર વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ મીટર ગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં (Broadgadje in sasangir) રૂપાંતર કરવાની કવાયત હાથ ધરાઈ છે. જોકે, આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે તેવી માંગ રાજ્યસભાના (MP Rajysabha) સાંસદ અને ગીરના હમી પરિમલ નથવાણીએ (Parimal Nathwani) કરી છે. નથવાણીએ વડાપ્રધાન, વનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખીને વિગતવારે રજૂઆત કરી છે કે આ રેલવે લાઇનનું બ્રોડગેજ રૂપાંતરણ સિંહો માટે કાયમી જોખમ લઈને આવશે.

પરિમલ નથવાણીએ કહ્યું કે 'અત્યારે પણ ગીરમાંથી જે મીટરગેડ લાઇન પસાર થાય છે તેમાં અનેક વાર અકસ્માતનો ઘટનામાં સિંહો મોતને ભેટ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. આ લાઇન જો ભવિષ્યમાં બ્રોડગેજ થઈ જાય તો સિંહોનાં માથે કાયમી માટે જોખમ ઝળુંબતું રહેશે. મેં વડાપ્રધાન, કેન્દ્રીય વનમંત્રી પ્રકાશ જાવડેકર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગે પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે આ પ્રોજેક્ટને પડતો મૂકી દેવામાં આવે તે સિંહોના અને ગીર રાષ્ટ્રીય અભ્યારણના હીતમાં છે.”

આ પણ વાંચો :  કેવડિયા : રાષ્ટ્રીય એકતા દિને પહેલીવાર કેમલ માર્ચ, હોર્સ માર્ચ થશે, વડાપ્રધાનના કાર્યક્રમની તડામાર તૈયારી

પરિમણ નથવાણીએ ઉમેર્યુ કે હાલમાં જે મીટરગેજ લાઇન કાર્યરત છે તેની સ્પીડ રેલવેના કહ્યા મુજબ 30 કિલોમીટર પ્રતિકલાકની હોવા છતાં અનેકવાર અકસ્માતો થયા છે. ત્યારે આ 150 કિલોમીટરની લાઇનને જો બ્રોડગેજ કરવામાં આવે તો સિંહોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાશે. હાલમાં વિકાસની ગતિ નબળી ન પડે તે માટે અન્ય રૂટોની લાઇનોને બ્રોડગેજ કરવામાં આવી છે અને તે કાર્યરત છે. જેમાં પીપાવાવ-રાજુલા, પોરબંદર, વેરાવળ-જૂનાગઢ સહિતની લાઇનનો સમાવેશ થાય છે પરંતુ નેશનલ પાર્કમાંથી પસાર થતી આ લાઇન મીટરગેજ તરીકે યથાવત રહે તે જ યોગ્ય છે.

રેલ વિકાસ નિગમ દ્વારા ખિજડીયા-અમરેલી-વિસાવદ, વિસાવદર-તાલાળા-વેરાવળ, જૂનાગઢ-વિસાવદર લાઇનના ગેજ પરિવર્તન અને તેના ઇલેક્ટ્રિફિકેશન કરવાની માંગ કરતો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ લાઇન નેશનલ પાર્કના 148.14 હેક્ટર એરિયામાં સંકળાયેલી છે, જે પૈકીની વિસાવદર-સાસણની 15 કિલોમીટરની લાઇન ગીરમાંથી પસાર થાય છે ત્યાં સિંહોની મોટી સંખ્યા છે જેના કારણે તેની ગતિ વધવાથી સિંહો પર જોખમ સર્જાવાની સંપૂર્ણ પણ શક્યા છે.આ પણ વાંચો :   એશિયાના સૌથી મોટા રોપ-વેનું PM મોદીના હસ્તે લોકાર્પણ, હવે 8 મિનિટમાં અંબાજી પહોંચી શકાશે

ઉના-કોડિનાર-વેરાવળ દરિયાકાંઠે બ્રોડગેજ લાઇન રૂપાંતરણ કરી શકાય

પરિમલ નથવાણીએ લખેલા પત્રમાં ટાંકવાાં આવ્યું છે કે જો, બ્રોડગેજ રૂપાંતરણ યોજનાને ધ્યાને લેવામાં આવે તો દરિયાકાંઠાની ઉના-કોડિનાર-વેરાવળને જોડતી કોસ્ટલ રેલવે લાઇન ઊભી કરી અને તેને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવી જોઈએ. આ એક વૈકલ્પિક રૂટ છે જેના પર રેલવે કામ કરી શકે છે.
Published by: Jay Mishra
First published: October 25, 2020, 7:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading