સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ ચોરી પકડવા માટે PGVCLનો નવતર પ્રયોગ.
આજે ગરૂવાર, 21 એપ્રિલ 2022 (21 April, 2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન (Britain Prime Minister Boris Johnson Gujarat Visit) બે દિવસ ભારત યાત્રાની (Britain Prime Minister India Visit) શરૂઆત ગુજરાતથી કરી છે. આજે તેઓ સાબરમતી આશ્રમ, ગિફટ સિટી, અક્ષરધામ મંદિર તેમજ હાલોલના JCB પ્લાન્ટની મુલાકાત લેશે.
આ ઉપરાંત આજે મોહન ભાગવત આજે ગાંધીનગરમાં આયોજીત ગુજરાત સાહિત્ય અકાદમીના સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિત અર્પણ સમારોહ તથા અનન્ય જગન્નાથ અનુભૂતિયા પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હાજરી આપશે. સુરત ગ્રીષ્મા હત્યાકેસમાં આજે આરોપીને સજા સંભળાવવામાં અવાશે. ગુજરાત બીજેપીના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજથી બે દિવસ ગુજરાતમાં, સંગઠનના પદાધિકારીઓ, વિવિધ મોર્ચાના પદાધિકારીઓ કરશે બેઠક. સોખડા મંદિર વિવાદ પહોંચ્યો હાઈકોર્ટમાં. મંદિરમાં સાધુ સંતો સહિત હરિભકતોને બંધાક બનાવ્યા હોવાની હાઈકોર્ટમાં અરજી બાદ હાઈકોર્ટે પોલીસને આદેશ કર્યો છે. તમામ બંધકોને છોડાવી આજે જ હાઈકોર્ટમાં રજુ કરવા આદેશ. 10 હજાર કરોડ રુપિયાની સંપત્તિ પચાવી પાડવા માટે પ્રેમ સ્વરુપ સ્વામી અને તેમના મળતિયાઓ બદ ઈરાદાથી વર્તી રહ્યા હોવાની કોર્ટ સમક્ષ ફરિયાદ
કરાઈ છે.