અમદાવાદ: યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન (Britain Prime Minister Boris Johnson Gujarat Visit) આજે એક દિવસ માટે ગુજરાતના અતિથિ બન્યા છે. આજે સવારે તેઓ અમદાવાદના (Ahmedabad news) સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેમનું સ્વાગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) અને રાજ્યપાલે કર્યુ હતુ. બોરિસ જ્હોન્સને બે દિવસીય ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી છે. અમદાવાદ આગમન બાદ તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
બોરિસ જ્હોન્સન ચરખો ચલાવતા શીખ્યા
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ ચરખો ચલાવતા પણ શીખ્યા હતા. જે દરમિયાન તેઓ ઘણાં જ ઉત્સુક દેખાઇ રહ્યા હતા. આ સાથે તેમણે ગાંધીઆશ્રમના તમામ વિભાગોને નિહાળ્યા હતા.
આ સાથે તેમણે વિઝિટર બૂકમાં પણ ખાસ સંદેશો લખ્યો હતો. જેમાં તેમણે લખ્યુ કે, ગાંધી આશ્રમની મુલાકાત લઇને ઘણાં જ ગૌરવનો અનુભવ થઇ રહ્યો છે. સત્ય અને અહિંસા જેવા સરળ પ્રિન્સિપલની સાથે આપણે વિશ્વને સારી જગ્યાએ લઇ જઇ શકીએ છીએ. તેમણે લખ્યુ કે, 'It is an immense privilege to come to the Ashram of this extraordinary man, and to understand how he mobilised such simple principles of truth and non-violence to change the world for the better.'
PM બોરિસ જોનસના આગમનને લઈને એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેના સ્ટેજ તૈયાર કરાયા હતા. ઉપરાંત સમગ્ર રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે. ગાંધી આશ્રમ સુધી લોકો સ્વાગત માટે એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુ.કેનો ધ્વજ લઈને ઉભા હતા.
સાબરમતી આશ્રમ બાદ તેઓ વડોદરા પાસે આવેલા હાલોલ ખાતે પ્લાન્ટની મુલાકાત લેવાના છે. બોરિસ જ્હોન્સન ગિફ્ટ સિટીની મુલાકાત લે તેવી પણ સંભાવના છે. તેઓ આજે નિર્માણાધિન ગુજરાત બાયોટેક્નોલોજીની મુલાકાત લેવાના છે. તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે શિક્ષણ, આરોગ્ય અને ટેકનોલોજીમાં સહયોગ પર કેન્દ્રિત છે.
" isDesktop="true" id="1201370" >
બોરિસ જ્હોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવસટીમાં નિર્માણાધીન ઉચ્ચ સ્તરની સંશોધન સુવિધાઓની મુલાકાત લેશે અને જીબીયુ માટે સંશોધન વિદ્વાનો, લેબ ટેકનિશિયન અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તેમને યુનિવર્સિટીના હેતુ અને તેની કામગીરીના ક્ષેત્રો અંગે માહિતગાર કરવામાં આવશે. બોરિસ જ્હોન્સન સહયોગના નેજા હેઠળ સંશોધન અને નવીનતાના ભાવિ માર્ગો અંગે ચર્ચા કરશે.