અમદાવાદ: એક તરફ દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને અનેક લોકો ફ્રન્ટમાં આવી કોરોના વોરીયસ સામેની લડતમાં ખભાથી ખભો મિલાવી ફરજ અદા કરી રહ્યા છે. કેટલાએ લોકો આ લડતમાં દાન કરી રહ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે વચ્ચે એક લાંચનો એ મામલો સામે આવ્યો છે, જે જાણીને તમે પણ ચોકી જશો. કારણ કે, હોસ્પિટલ પાસેથી પણ લાંચ માંગવામાં આવી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ mou મુજબ અનેક દર્દીઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવે છે. આવી જ એક hospital સિમ્સમા પણ અનેક દર્દીઓ covidની સારવાર લઈ ચૂક્યા છે અને લઇ રહ્યા છે, તેવામાં કોવિડ સારવાર લઇ ચૂકેલા દર્દીઓના બિલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોકલવામાં આવે છે. સુરેન્દ્રનગર: 25 વર્ષની હેમાને બળેદેવભાઈ સાથે આંખ મળી ગઈ, લગ્નના 6 વર્ષ બાદ કર્યો આપઘાત
સિમ્સ દ્વારા એક ફરિયાદ acbમાં કરવામાં આવી કે, તેમના બિલની રકમ 1.5 કરોડ છે અને જે બિલની રકમ આપવા માટે શહેરની એક આદિત્ય હોસ્પિટલના dr નરેશ મલ્હોત્રા દ્વારા અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર dr અરવિંદ પટેલ વતી લાંચ માંગવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, 1.5 કરોડના બિલ સામે 10 ટકા કમિશન માંગવામાં આવ્યા છે અને ત્યાર બાદ બિલ પાસ કરવાની વાત કરવામાં આવી છે. હાલ આ મામલે dr નરેશ મલ્હોત્રા સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988(સુધારા અધિનિયમ 2018)ની કલમ 7(a) મુજબ અમદાવાદ શહેર acb પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને જેની તપાસ પીઆઈને સોંપવામાં આવી છે. હવે dr નરેશ મલ્હોત્રાની પૂછપરછમાં મોટો ખુલાસો થાય તેવી શક્યતા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર