લોકડાઉનનો ભંગ અને સોશિયલ ડિસ્ટેન્સિંગની ઐસી તૈસી! અમદાવાદમાં 16 લોકો જુગાર રમતા ઝડપાયા

લોકડાઉનનો ભંગ અને સોશિયલ ડિસ્ટેન્સિંગની ઐસી તૈસી! અમદાવાદમાં 16 લોકો જુગાર રમતા ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

લોકડાઉનનું પાલન કરવા માટે અનેક વખત પોલીસ દ્વારા અપીલ કરવા છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા.

  • Share this:
અમદાવાદ: અત્યારે કોરોના વાયરસ (coronavirus) સામે લડવા માટે સમગ્ર ગુજરાતમાં (Gujarat) લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં (Ahmedabad) લોકડાઉનનું (lockdown) પાલન થાય તે માટે પોલીસ ખડે પગે છે. એક તરફ પોલીસ લોકડાઉનનું પાલન કરવા માટે ક્યાંક કડકાઈથી તો ક્યાંક સમજાવટથી કામગીરી કરી રહી છે. કોરોના વાયરસનું સંક્રમણ વધે નહિ તે માટે લોકો ટોળે ના વળે. બિન જરૂરી બહાર ના નીકળે તે માટે પોલીસએ અનેક વખત લોકોને અપીલ પણ કરી છે. અને આવા લોકો વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરી છે. તેમ છતાં કેટલાક લોકો છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. પોલીસે એક મકાનમાં જુગાર રમતા 16 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચોઃ-કોરોનાની ચેઈન તોડવા નવી ફોર્મૂલા! ભોપાલના હોટસ્પોટ જહાંગીરાબાદમાંથી 3000 લોકોને કરાયા શિફ્ટમળતી માહિતી પ્રમાણે કરંજ ચૂડી ઓળ સામે એક મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા જ કારંજ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં 16 લોકો જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે આરોપી ઓ પાસેથી રોકડ તેમજ મોબાઇલ સહિત 68550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ-ગૃહમંત્રાલયની સૂચનાઓ: હવે 10 દિવસ સુધી તાવ ન આવે તો 17 દિવસમાં પૂરું કરી શકાય ક્વોરન્ટાઈન

જોકે જ્યારે પોલીસ અહી પહોંચી હતી ત્યારે જોયું તો સોશિયલ ડિસ્ટેન્સિંગની ઐસી તૈસી કરતા દૃશ્યો જોવા મળ્યા હતા. જેથી પોલીસે જુગાર ઉપરાંત જાહેરનામાના ભંગની પણ ફરિયાદ દાખલ કરી છે.

આરોપી ફૈઝ મોહમંદ નામનો વ્યક્તિ પોતાના મકાનમાં આ જુગાર રમાડી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ એ 16 આરોપી ઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ-પત્ની ફોન ઉપર વાતો કરી રહી હતી, વારંવાર માંગતા ન આપ્યું જમવાનું, પતિએ ખેલ્યો ખૂની ખેલ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. સતત વધી રહેલા કેસોની વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ સંક્રમિત કેસનોની સંખ્યા વધીને 8543 નોંધાઈ છે. આ કેસોમાં 268 કેસ નવા છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં જ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 347 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 268, વડોદરામાં 29, સુરતમાં 19,ભાવનગરમાં 1, આણંદમાં 2, ભરૂચમાં 3, ગાંધીનગરમાં 10, પંચમહાલમાં 4, નર્મદામાં 1, જામનગરમાં 3, સાબરકાંઠામાં 3, અરવલ્લીમાં 1 અને જૂનાગઢમાં 1 કેસ મળીને કોરોનાના 347 કેસ નોંધાયા છે.
Published by:News18 Gujarati
First published:May 11, 2020, 20:49 pm

ટૉપ ન્યૂઝ