અમદાવાદઃમેગાસીટીમાં પોલીસ ચોકી નજીક જ તસ્કરોએ ચોર્યા બ્રાન્ડેડ કંપનીના રૂ.40લાખના મોબાઇલ

News18 Gujarati | News18 Gujarati
Updated: February 16, 2017, 7:11 PM IST
અમદાવાદઃમેગાસીટીમાં પોલીસ ચોકી નજીક જ તસ્કરોએ ચોર્યા બ્રાન્ડેડ કંપનીના રૂ.40લાખના મોબાઇલ
અમદાવાદઃ મેઘા સીટી અમદાવાદમાં પોલીસ ચોકી નજીક જ તસ્કરોએ બ્રાન્ડેડ કંપનીના રૂ.40 લાખના મોબાઇલ ચોરીને પોલીસનું નાક કાપ્યું છે. પોલીસના નાઇટ પેટ્રોલીગના પોકળ દાવાની પોલ ખોલી નાખી છે. અને બિન્દાસ્ત બે શોરૂમમાં ત્રાટકી તસ્કરોએ ચોરી કરી છે. અને એ પણ શહેરના પોશ વિસ્તારમાં ચોરી કરી છે.

અમદાવાદઃ મેઘા સીટી અમદાવાદમાં પોલીસ ચોકી નજીક જ તસ્કરોએ બ્રાન્ડેડ કંપનીના રૂ.40 લાખના મોબાઇલ ચોરીને પોલીસનું નાક કાપ્યું છે. પોલીસના નાઇટ પેટ્રોલીગના પોકળ દાવાની પોલ ખોલી નાખી છે. અને બિન્દાસ્ત બે શોરૂમમાં ત્રાટકી તસ્કરોએ ચોરી કરી છે. અને એ પણ શહેરના પોશ વિસ્તારમાં ચોરી કરી છે.

  • Share this:
અમદાવાદઃ મેગા સીટી અમદાવાદમાં પોલીસ ચોકી નજીક જ તસ્કરોએ બ્રાન્ડેડ કંપનીના રૂ.40 લાખના મોબાઇલ ચોરીને પોલીસનું નાક કાપ્યું છે. પોલીસના નાઇટ પેટ્રોલીગના પોકળ દાવાની પોલ ખોલી નાખી છે. અને બિન્દાસ્ત બે શોરૂમમાં ત્રાટકી તસ્કરોએ ચોરી કરી છે. અને એ પણ શહેરના પોશ વિસ્તારમાં ચોરી કરી છે.

નહેરુનગરમાં આવેલ શોરૂમમાં ચોરી કરવામાં તસ્કરો નિષ્ફળ રહ્યાં છે.જ્યારે વસ્ત્રાપુરમાંથી રૂપીયા 40 લાખના આઇપેડ અને મોબાઇલની ચોરી થતાં પોલીસ દોડતી થઇ ગઇ છે.વહેલી સવારે લાખ્ખો રૂપીયાની ચોરી કરવામાં આ ગેંગ સફળ થતાં પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં જજીસ બંગલો રોડ પર આવેલ એપલ કંપનીના આઇપીઅરલ શો રૂમમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યાં હતાં અને રૂપીયા 40 લાખ 66 હજારના આઇપેડ, મોબાઇલની ચોરી કરી ફરાર થઇ ગયાં છે.જો કે પોતાની કરતુતો સીસીટીવીમાં કેદ ન થઇ જાય તે માટે આરોપીઓએ શોરૂમ બહાર લગાવેલા સીસીટીવી કેમેરાના કેબલ જ કાપી નાંખ્યા પરંતુ આસપાસના સીસીટીવી તેમજ શોરૂમમાં લાગેલ સીસીટીવીએ આરોપીએ કેમેરામાં કેદ કરી લીધાં છે.

સવારે 5 વાગ્યાની આસપાસ 9 જેટલા શખ્સો શો રૂમની બહાર રેકી કરવા લાગ્યાં જો કે તક મળતા જ આ ગેંગમાંથી કેટલાક શખ્સોએ શોરૂમનું શટર તોડવાની શરૂઆત કરી તો કોઇને જાણ ન થાય તે માટે કેટલાક શખ્સો દુપટ્ટા લઇને ઉભા રહી ગયાં.શો રૂમનું શટર તોડવામાં સફળતા મળતા જ એક શખ્સ શોરૂમમાં પ્રવેશ્યો અને આઇપેડ તેમજ મોબાઇલ લઇને બહાર ઉભેલા શખ્સોને આપવા લાગ્યો.બહાર ઉભેલા શખ્સો આ મુદ્દામાલને બેગમાં ભરીને તમામ શખ્સો ફરાર થઇ ગયાં છે.

આ ગેંગ દ્વારા સૌપ્રથમ તો એપલના નહેરુનગર સ્થિત શોરૂમમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નહેરુનગર રોડ પર વાહનોની અવરજવર વધુ હોવાથી તેમજ શોરૂમનું શટર તોડવામાં સફળતા ન મળવાથી તેઓ ત્યાંથી ફરાર થઇ ગયાં હતાં.જો કે આ કરતુતો પણ શોરૂમના સીસીટીવીમાં કેદ થયેલી જોવા મળી હતી.

એટલું જ નહીં નહેરુનગરનો શોરૂમ આનંદનગર પોલીસ સ્ટેશનથી બિલકુલ નજીવા અંતરે આવેલ છે.જ્યારે વસ્ત્રાપુરની ઘટના જજીસબંગલા પોલીસ ચોકીથી માત્ર નજીવા અંતર પર બની છે.આ બંન્ને રોડ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે.પરંતુ આ ગેંગના તરખાટથી પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયાં છે.

 
First published: February 16, 2017, 6:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading