અમદાવાદ : 'તું પોલીસવાળો છે તો શું થઈ ગયું, અમે રોડ વચ્ચે જ ચલાવીશું', માથાકૂટ કરી બે શખ્સો ફરાર


Updated: June 7, 2020, 8:37 AM IST
અમદાવાદ : 'તું પોલીસવાળો છે તો શું થઈ ગયું, અમે રોડ વચ્ચે જ ચલાવીશું', માથાકૂટ કરી બે શખ્સો ફરાર
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, બે દિવસમાં પોલીસ સાથે ઝઘડાની ત્રીજી ઘટના, કૉન્સ્ટેબલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

  • Share this:
અમદાવાદ: શહેરમાં પોલીસ સાથે ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. બે જ દિવસમાં ત્રીજો બનાવ બન્યો છે જેમાં પોલીસ સાથે ઘર્ષણ થયુ હોય અને પોલીસ ફરિયાદ નોંધાઈ હોય. હાટકેશ્વર બ્રિજ નીચેથી પસાર થતા બે બાઇક સવારોને હોર્ન મારતા આવેશમાં આવી ગયા હતા. અને બાદમાં કાર લઈને જનાર કોન્સ્ટેબલ સાથે ઘર્ષણ  કરી મારામારી કરી હતી. સમગ્ર મામલે ખોખરા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાશ હાથ ધરી છે.

શહેરના આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસસ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલજીભાઈ બારૈયા ગોમતીપુર પોલીસ લાઈનમાં રહે છે. તેઓ હાલ હાટકેશ્વર ટ્રાફિક બીટમાં પીએસઆઇ ના રાઇટર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ તેમની પોતાની ગાડી લઈને હાટકેશ્વર તરફ નિકલ્યા હતા. તેમના અધિકારીના કહેવાથી ટીઆરબી જવાનને પણ ચેક કરવાના હતા. તે સમયે હાટકેશ્વર બ્રિજ નીચે થી પસાર થતા હતા ત્યારે બાઇક પર જતાં બે લોકો રોડ વચ્ચે બાઇક ચલાવતા હતા.

આ પણ વાંચો :  રાજકોટ : Facebook માધ્યમથી મિત્રતા કેળવી, લગ્નની લાલચઆપી આચર્યું દુષ્કર્મ

લાલજીભાઈએ હોર્ન મારવા છતાં આ બને ખસ્યા ન હતા. બાદમાં બંનેએ રોડ પર જ બાઇક ઉભી રાખી કોન્સ્ટેબલ લાલજી ભાઈ સાથે બબાલ કરી હતી અને મારામાંરી કરી હતી. બને લોકોએ ધમકી આપી કે તું પોલીસ વાળો છે તો શું થઈ ગયું અમે રોડ પર જ બાઇક ચલાવીશું. બાદમાં બને શખશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો :   અમદાવાદ : માથાભારે યુવાને પોલીસ સ્ટેશનમાં જ પોલીસને આપી ધમકી, 'થાય તે તોડી લો'

લાલજીભાઈ ને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ખોખરા પોલીસને જાણ કરાતા પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: June 7, 2020, 8:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading