Home /News /madhya-gujarat /

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: બે ભાઈઓ વચ્ચે એક પ્રેમિકા, એકબીજાની ગેરહાજરીમાં વારાફરતી બાંધતા હતા શારીરિક સંબંધ

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: બે ભાઈઓ વચ્ચે એક પ્રેમિકા, એકબીજાની ગેરહાજરીમાં વારાફરતી બાંધતા હતા શારીરિક સંબંધ

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad news: પહેલા યુવતી એક યુવકના પ્રેમમાં પડી, પ્રેમીના માસીના દીકરા સાથે પણ પ્રેમમાં પડી જેણે લગ્નની લાલચ આપી યુવતીને લઈ પિંખી નાખી

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) રહેતી એક યુવતીએ તેના પ્રેમી અને પ્રેમીના માસીના દીકરા સામે (fraud in love) ફરિયાદ નોંધાવી છે. પહેલા યુવતી જે યુવકને પ્રેમ કરતી હતી તે યુવક તેના માસીના દીકરાને સાથે મળવા લઈને આવતા યુવતીની તે યુવક સાથે આંખ મળી ગઈ હતી. બાદમાં પ્રેમીનો પિતરાઈ ભાઈ યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી લઈ ગયો હતો. જેની જાણ પ્રેમીને થઈ ગઈ હતી. બાદમાં બને ભાઈઓ એકબીજાની ગેરહાજરીમાં યુવતી સાથે શારીરિક સંબંધો (physical relation) બાંધતા રહ્યા હતા. જે યુવકે લગ્નની લાલંચ આપી તેણે લગ્ન ન કરતા યુવતીએ આપઘાતનો (Girl suicide) પ્રયાસ કર્યો હતો. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શાહપુરમાં રહેતી 21 વર્ષીય યુવતી  માતા પિતા સાથે રહે છે. તેના ભાઇઓ મક્કા મદીના ખાતે કેટરીંગનુ કામકાજ કરે છે અને ત્યાંજ રહે છે. યુવતીને આશરે ત્રણેક વર્ષ પહેલા એક યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બને એક બીજાને પ્રેમ કરી બેઠા હતા. યુવક યુવતી એક બીજાને મળતા હતા. ત્યારે પ્રેમીનો માસીનો દીકરો પણ તેની સાથે યુવતીને અવાર નવાર મળવા માટે આવતો હોવાથી યુવતીને તેની સાથે પણ મિત્રતા થઇ હતી. ત્યાર બાદ પ્રેમીના માસીના દીકરા અને યુવતી વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. પછી યુવતી અને પ્રેમીનો પિતરાઈ ભાઈ એક બીજાને બહાર મળતા હતા.

આશરે ત્રણેક માસ પહેલા પ્રેમીના ભાઈ સાથે યુવતી વાતચીત કરતી હતી ત્યારે તેણે લગ્ન કરવાનુ જણાવ્યું હતું. યુવતીના માતા પિતા રાજી ન હોવાથી પ્રેમીના ભાઈએ ભાગીને લગ્ન કરી લેવાનું જણાવી લગ્નની લાલચ આપી યુવતીને ઘરે થી ભગાડીને આબુ રાજસ્થાન ખાતે લઈ ગયો હતો. ત્યા ચારેક દિવસ સુધી રોકાયા હતા. જે ગેસ્ટ હાઉસમાં યુવતી એકલી રહેતી હતી. ત્યારબાદ ચાર દિવસ પછી આરોપી તેની કાર લઇને પરત અમદાવાદ આવ્યો અને ત્યારથી તે બંને જણા માધવપુરા ખાતે મકાન રાખેલ હતું. ત્યાં બંને રહેતા હતા અને ત્યારથી આ પ્રેમીનો ભાઈ દરરોજ એક થી બે વાર યુવતી સાથે શરીર સબંધ બાંધતો હતો.

આ પણ વાંચો - Ahmedabad: બહેનને અજાણ્યા નંબર પરથી Call આવતા ભાઈએ કરી એવી મોટી ભૂલ કે હવે ખાશે જેલની હવા

બાદમાં યુવતીના આ સબંધની જાણ પ્રેમીને થતા તે પણ તેને સબંધ બાંધવા માટે અવાર નવાર જણાવતો હતો. આ પ્રેમી યુવતીને અગાઉ આઠેક મહીના પહેલા પાલડી ખાતે આવેલ સન સાઇન હોટેલ લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે એકથી બે વાર શરીર સબંધ બાંધ્યો હતો અને આ પ્રેમી પ્રેમિકાને અવાર નવાર તેની સાથે શરીર સબંધ બાંધવા માટે ધમકાવી પિતરાઈ ભાઈની ગેરહાજરીમાં તેની સાથે શરીર સબંધ અવાર નવાર બાંધતો હતો.

આ પણ વાંચો - Ahmedabad: ત્રણ બહેનોના એકનો એક ભાઈ મર્યા પછી થઈ ગયો અમર, જાણો શું છે હૃદયદ્રાવક કહાની

યુવતીના પ્રેમીનો પિતરાઈ ભાઈ છેલ્લા છ દિવસથી તેને એકલી મુકીને ક્યાંક જતો રહ્યો હતો. આમ, યુવતીનો પ્રેમી અને તેની માસીનો દીકરો બન્ને યુવતી સાથે એક બીજાની ગેરહાજરીમાં અવાર નવાર શરીર સબંધ બાંધી લગ્ન કરવાની ના પાડતા યુવતીને મનમાં લાગી આવતા ફીનાઇલ પી લેતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં માધવપુરા પોલીસને જાણ કરાતા પોલીસે બને ભાઈઓ સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Fraud, Love, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર