Home /News /madhya-gujarat /અમદાવાદઃ ત્રણ લોકો મારા મોતનું કારણ, Video બનાવીને યુવકે કર્યો આપઘાત

અમદાવાદઃ ત્રણ લોકો મારા મોતનું કારણ, Video બનાવીને યુવકે કર્યો આપઘાત

વીડિયો બનાવી યુવકનો આપઘાત

Ahmedabad Crime News: યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો (video suicide note) પણ બનાવ્યો છે અને suicide નોટ પણ લખી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને (police) કરતા પોલીસ હાલમાં મૃતકનું પેનલ પોસ્ટ મોટમ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદઃ અમદાવાદના નારોલ વિસ્તારમાં એક યુવકે ત્રણ વ્યક્તિઓ પર ટોર્ચરનો આરોપ લગાવીને આત્મહત્યા (suicide) કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો (video suicide note) પણ બનાવ્યો છે અને suicide નોટ પણ લખી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ હાલમાં મૃતકનું પેનલ પોસ્ટ મોટમ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે.

નારોલ વિસ્તાર માં આવેલ વૃંદાવન નગરમાં રહેતા અને ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે કામ કરતા રેવા ભાઈ મકવાણા એ આજે આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક એ તેના મોત પાછળ મૌલિકભાઈ, શીતલબેન અને રેખાબેન એમ ત્રણ વ્યક્તિઓને જવાબદાર ગણાવ્યા છે. જે લોકો તેઓ ને ટોર્ચર કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.

રેવાભાઈ એ લખેલ suicide નોટ માં લખ્યું છે કે તે છેલ્લા 27 વર્ષ થી ગેસ એજન્સી માં ડિલિવરી મેન તરીકે ફરજ બજાવે છે. અમોને 20 રૂપિયા કમિશન પેટે આપવામાં આવે છે. ગોડાઉન થી ભરેલા બાટલા લઈ જવા ગ્રાહક ના ઘરે થી ખાલી બાટલા લાવવાના. અમારી એજન્સી 10 રૂપિયા બાટલા પડે છે. ગાડી અમારી મજૂર અમારો, એજન્સીના માલિક મૌલિક ભાઈ અને શીતલ બેન મને રોજ ટોર્ચર કરે છે. મને મારવા માટે મજબૂર કરે છે.

આ પણ વાંચોઃ-સુરતઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવ્યા

મારા મરવા ત્રણ જણા નો હાથ છે. જેઓ એમને કોઈ વીમો કે હક આપતા નથી. તો કાયદેસર કાર્યવાહી કરવી. આમાં મારા ઘરવાળા નો કોઈ વાંક નથી, મારા ભાઈ નો પણ કોઈ વાંક નથી.

આ પણ વાંચોઃ-સેલવાસઃ દિલધડક Resuceનો video, યુવતીએ લગાવી મોતની છલાંગ, રાહદારી યુવકે જીવના જોખમે બચાવ્યો જીવ

જ્યારે તેમની માતા ને સંબોધી ને લખ્યું છે કે મારી માં આવતા જન્મે તારો જ છોકરો થાઉં, એ જ અમારી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. બધા હેલપરો ને છેલ્લી વાર રામ રામ પણ કહ્યા છે. જ્યારે તેમના દીકરાને સબોધીને લખ્યુ છે કે તારી મમ્મીનું ધ્યાન રાખજો, ટાઈમએ દવા આપજો એન દુઃખી કરતા નહિ.



ગૌરી આપણો આટલો સાથ હતો, આવતા જન્મ માં ભેરા થઈશું, મારી વાત જોજે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news, Suicide news