અમદાવાદઃ જમાલપુરમાં ટામેટાનું કેરેટ ચોરીને ભાગતા ચોરને લોકોએ માર મારી નગ્ન કરી દોડાવ્યો, પછી થઈ જોવા જેવી

અમદાવાદઃ જમાલપુરમાં ટામેટાનું કેરેટ ચોરીને ભાગતા ચોરને લોકોએ માર મારી નગ્ન કરી દોડાવ્યો, પછી થઈ જોવા જેવી
પ્રતિકાત્મક તસવીર

ટ્રકમાંથી ટામેટાં ભરેલ કેરેટ ચોરીને ભાગવા જતા યુવકને લોકોએ પકડી ગડદાપાટુંનો માર મારી નગ્ન કરી દોડાવ્યો હોવાની ઘટના સામે આવી છે. લોકોએ યુવકનો વી‌ડિયો બનાવી વાઈરલ કરી દેતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

  • Share this:
અમદાવા:  શહેરના જમાલપુર (jamalpur) વિસ્તારમાં ટામેટાએ (Tomatoes) કેટલાક લોકો માટે ભારે કરી છે. ટામેટાની ટ્રકમાંથી શ્રમિકો ટામેટા ભરેલા કેરેટ ઉતારતા હતા તે દરમિયાન એક યુવાનએ કેરેટની ચોરી (tomato thief) કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે બાજુની દુકાનવાળા દુકાનદાર જોઇ જતા તેણે માલિકને જાણ કરી હતી. અને આ ચોરને ઝડપી લીધો હતો. અને માર મારતા આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હતા તેઓએ પણ હાથ સાફ કરી આ ચોરને નગ્ન કરીને દોડાવ્યો હતો એનો વીડીયો વાયરલ (video viral) થતા પોલીસે ફરિયાદ (police complaint) દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

જમાલપુર એપીએમસી માર્કેટમાં (Jamalpur AMC market) ટામેટાંની ટ્રકમાંથી ટામેટાં ભરેલ કેરેટ ચોરીને ભાગવા જતા યુવકને લોકોએ પકડી ગડદાપાટુંનો માર મારી નગ્ન કરી દોડાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યાં ઊભેલા લોકોએ યુવકનો વી‌ડિયો બનાવી વાઈરલ કરી દેતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.જમાલપુર‌િબ્રજ નીચે રહેતા પ્રકાશભાઈ કટારાએ ચાર લોકો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રકાશ એપીએમસી શાકમાર્કેટમાં શાકભાજીના કામકાજની છૂટક મજૂરી કરે છે.

આ પણ વાંચોઃ-

ગઈ કાલે રાતના આઠ વાગ્યાની આસપાસ પ્રકાશ જમાલપુર શાકમાર્કેટમાં મજૂરીકામ અર્થે ગયો હતો. ત્યાં દુકાન નંબર-પપ આગળ એક ટામેટાં ભરેલ ટ્રક ઊભી હતી, જેમાંથી મજૂરો ટામેટાંનાં કેરેટ ઉતારતા હતા અને પ્રકાશ ચોરીછૂપીથી મજૂરોની નજર ચૂકવીને ટામેટાં ભરેલ ટ્રકના ડાલામાંથી એક કેરેટ ઊંચકીને લઈ ત્યાંથી નાસવા જતો હતો. તે વખતે ચોરી કરતાં દુકાનદારની નજર પ્રકાશ પર પડતાં તેમણે ચોર-ચોર પકડો-પકડોની બૂમો પાડતાં આસપાસ ઊભેલા લોકોએ તેને પકડી પાડ્યો હતો.

દુકાનદાર અને અન્ય ત્રણ-ચાર માણસોએ પ્રકાશને ગાળો બોલી લાફો ઝીંકી ગડદાપાટુંનો માર માર્યો હતો અને જોતજોતામાં આ લોકોએ પ્રકાશનાં કપડાં કાઢી નગ્ન કરી દોડાવ્યો હતો. આ દરમિયાનમાં ત્યાં ઊભેલા કેટલાક લોકોમાંથી કોઈએ પ્રકાશનો વીડિયો ઉતારી વાઇરલ કરી દીધો હતો.

જેથી પ્રકાશે દુકાનદાર મોહંમદમીર કુરેશી તેમજ અન્ય લોકો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ દુકાનદારે પણ ટ્રકમાંથી ટામેટાંની ચોરી કરનાર પ્રકાશ કટારા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.
Published by:ankit patel
First published:December 23, 2020, 19:51 pm

ટૉપ ન્યૂઝ