અમદાવાદ : માતાએ મોબાઇલ મૂકી ભણવાનું કહેતા તરુણ ઘરેથી જતો રહ્યો, શોધખોળ ચાલુ

News18 Gujarati
Updated: November 13, 2019, 9:06 AM IST
અમદાવાદ : માતાએ મોબાઇલ મૂકી ભણવાનું કહેતા તરુણ ઘરેથી જતો રહ્યો, શોધખોળ ચાલુ
પ્રતિકાત્મક તસવીર

માતા બાળકને મોબાઇલ ફોન મૂકીને ભણવામાં ધ્યાનમાં આપવાનું કહેતી હતી, બાળકને શોધવા પોલીસે ટીમો કામે લાગી.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ બાળકો આજકાલ સોશિયલ મીડિયા અને મોબાઇલ ફોનના આદી થઇ ગયા છે. જેની અસર તેમના માનસ, અભ્યાસ અને સ્વાસ્થ્ય પર પડી રહી છે. કેટલાક માતાપિતાઓ તો તેમના બાળકોની મોબાઇલની લત છોડાવવા માટે મનોવૈજ્ઞાનિકોની પણ મદદ લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીર પુત્રને તેની માતાએ મોબાઇલ મૂકીને અભ્યાસમાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપતા તે ઘરેથી ગુમ થઈ ગયો છે. વાડજ પોલીસે તરુણને શોધવા માટે ટીમો બનાવી તેની ભાળ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વાડજમાં આવેલી મંગલદીપ સ્કૂલ પાસે આવેલા ફ્લેટરમાં મહિલા તેના પરિવાર સાથે રહે છે. તેમને સંતાનમાં 14 અને 11 વર્ષના બે દીકરા છે. મહિલાના મોટા દીકરાને છેલ્લા કેટલાય સમયથી મોબાઇલ ફોન જોવાની ખરાબ આદત પડી ગઇ હતી. કિશોર પોતાના અભ્યાસમાં ધ્યાન આપવાને બદલે મોબાઇલમાં વીડિયો ગેમ રમ્યા કરતો હતો.

આ પણ વાંચો : બાળકીના અપહરણનો મામલો, આરોપી દારૂ પીધેલો હોવાથી પોલીસને દુષ્કર્મની શંકા

આ બાબતે તરુણની માતા તેને અવાર નવાર ઠપકો આપતી હતો. તાજેતરમાં તરુણ ભણવાને બદલે મોબાઇલ ફોન લઈને બેસતા માતાએ ઠપકો આપ્યો હતો અને ભણવાનું કહ્યું હતું. માતાની આવી વાત બાદ સગીર પુત્રએ મોબાઇલ મૂકી દીધો અને માતાને સાઇકલ પર આંટો મારીને આવવાનું કહ્યું હતું. જે બાદ તે ઘરેથી નીકળી ગયો હતો. રાત સુધીમાં તે ઘરે પરત ન આવતા માતા વાડજ પોલીસ સ્ટેશન પહોંચી હતી.

વાડજ પોલીસે આ અંગે આઇપીસી 363 મુજબ ગુનો નોંધી બાળકને શોધવા માટે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
First published: November 13, 2019, 9:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading