અમદાવાદ: શહેરના બાપુનગર માં કિશોર સોસાયટીમાં લખોટી રમતો હતો ત્યારે પાડોશી યુવક આવ્યો અને આ કિશોરને વધારે લખોટી આપવાની લાલચ આપીને લઈ ગયો હતો. ત્યાં શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા આ કિશોરના પરિવારને જાણ થઈ હતી. કિશોરના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં એક ચાલીમાં રહેતા સફાઈ કામદારની પત્ની પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેમનો 8 વર્ષનો પુત્ર ધોરણ 3 માં અભ્યાસ કરે છે. બને પતિ પત્ની નોકરી પર જાય ત્યારે આ કિશોર તેની દાદી પાસે રહે છે. ગુરુવારે બંને પતિ પત્ની નોકરી પર હતા ત્યારે ફરિયાદીની સાસુનો ફોન આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે તેમના દીકરા એટલે કે 8 વર્ષીય કિશોર સાથે કઈક ખોટું થયું છે. જેથી ફરિયાદીએ તેમના પુત્રની પૂછપરછ કરતા કિશોરે જણાવ્યું કે તે ચાલીમાં લખોટી રમતો હતો ત્યારે હિમાંશુ નામનો પાડોશી આવ્યો હતો.
આ પણ વાંચો : ગાંધીનગર : ભાજપને 3 અને કોંગ્રેસના ફાળે 1 બેઠક, રાજ્યસભામાં જીતેલા ઉમેદવારનો પરિચય
આ હીમાંશુએ વધારે લખોટી આપવાનું કહીને તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે પોતાનું પેન્ટ કાઢીને કિશોર સાથે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. બાળકે ના પાડી છતાંય આ હીમાંશુએ આ હરકત ચાલુ રાખી હતી. કિશોરને ગુદામાર્ગે દુખાવો થતા તે ત્યાંથી નાસી છૂટ્યો અને પોતાના ઘરે આવી ગયો હતો.
આ પણ વાંચો : Gujarat Rajyasabha Election : ભાજપની રણનિતી સફળ, ભરતસિંહ સોલંકીનો પરાજય
આ સઘળી હકીકત તેણે પરિવારજનોને કહેતા પરિવારજનોએ બાપુનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. બાપુનગર પોલીસે આ મામલે હિમાંશુ નામના વ્યક્તિ સામે આઇપીસી 377, પોકસો એકટ 3a,4,5(M),6 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધિત અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.