અમદાવાદ : સગીરાનો બીભત્સ Video viral કરી શારીરિક સંબંધની માંગણી કરનાર ઝડપાયો

News18 Gujarati
Updated: June 13, 2020, 12:13 PM IST
અમદાવાદ : સગીરાનો બીભત્સ Video viral કરી શારીરિક સંબંધની માંગણી કરનાર ઝડપાયો
પોલીસે આ મામલે સમય ગાગડેકર નામના યુવાનની ધરપકડ કરી છે.

માર્ચ મહિનામાં આ મામલે સરદાર નગર વિસ્તારની સગીરાએ આપઘાત કરીની જીવન ટૂંકાવી લીધુ હતું.

  • Share this:
 અમદાવાદ : અમદાવાદના સરદારનગર વિસ્તાર માં થોડા દિવસો પહેલા એક કિશોરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.પરિવાર જનો એ કેટલાક યુવકો પર આરોપ મૂકી ફરિયાદ દાખલ કરી હતી અને તપાસ શરૂ કરી હતી.આ ગુનાના આરોપી છેલ્લા થોડા સમય થી ફરાર હતો અને સરદારનગર પોલીસે આરોપી ની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસે માહિતીના આધારે સમય ગાગડેકર નામના યુવકની ધરપકડ કરી લીધી છે.આ કેસ માં આગાઉ પોલીસ 3 લોકોની ધરપકડ કરી લીધી છે અને જેમાં આ ચોથો આરોપી છે. આરોપીઓ ભેગા મળી સગીરા ને આપઘાત માટે મજબુર કર્યો હતો અને જેના કારણે સગીરાએ આપઘાત કરી લીધેલ. મળતી માહિતી પ્રમાણે સગીરા પાસે થી આરોપીઓ બીભત્સ માંગણીઓ કરી રહ્યાં હતાં.

આ પણ વાંચો :   ભાવનગર : રમતાં રમતાં એક વર્ષની પ્રિયાંશીનું માથું કૂકરમાં ફસાઈ ગયું, 45 મિનિટ ઑપરેશન કરી માથું બહાર કાઢ્યું - Video

સરદારનગર પોલીસ સ્ટેશનના પી.આઈ એચબી પટેલનું કેહવું છે કે આરોપીઓએ ભેગા મળી સગીરા પાસેથી બીભત્સ માંગણીઓ કરી તેના અશ્લીલ વીડિયો વાયરલ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સગીરાનો પીછો કરી તેનો હાથ પકડી શારીરિક સંબંધની માંગણીઓ કરતા હતા અને સગીરાના અંગત વીડિઓ પણ વિસ્તારમાં વાયરલ કરી નાંખ્યો હતો. જેથી સગીરાને લાગી આવતા તેણે આપઘાત કરી લીધો હતો. આ મામલે સરદારનગર પોલીસે 2 અલગ અલગ ગુનો દાખલ કર્યો હતો અને જેમાં એક આરોપી ફરાર હતો અને જેને પોલીસે ઝડપી પાડ્યો છે.
First published: June 13, 2020, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading