દેત્રોજ બ્લાઇન્ડ હત્યા કેસનો ભેદ ઉકેલાયો, મોબાઇલ માટે કિશોરની હત્યા થઇ હતી

News18 Gujarati
Updated: September 11, 2019, 7:23 PM IST
દેત્રોજ બ્લાઇન્ડ હત્યા કેસનો ભેદ ઉકેલાયો, મોબાઇલ માટે કિશોરની હત્યા થઇ હતી
આરોપીની તસવીર

પોલીસે ખુબજ મહેનત બાદ માહિતી અને ઈલેકટ્રોનિક સર્વેલન્સના આધારે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad)ગ્રામ્ય વિસ્તારમાં આવેલ દેત્રોજમાંથી ગત જુલાઈ મહિનામાં એક કિશોરની લાશ (boy dead body) મળી આવી હતી. પરંતુ કિશોર ખુબજ મધ્યમ પરિવારનો હોવાથી હત્યા પાછળનું કારણ અકબંધ હતું અને પોલીસ (Police) પણ આરોપી સુધી પહોંચી શકતી ન હતી. પોલીસે ખુબજ મહેનત બાદ માહિતી અને ઈલેકટ્રોનિક સર્વેલન્સના આધારે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

તેની પાસેથી મરનાર પુનાજી ઠાકોર ઉમર વર્ષ-11નો મોબાઈલ (Mobile)પણ કબ્જે કરી લીધો છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપી પ્રવિણ બજાણીયા જે મૂળ દેત્રોજ તાલુકાનો રહેવાસી છે તેને મોબાઈલ માટે હત્યા કરી હતી.

વાંત કંઈ એમ છે કે 31 જુલાઈના રોજ પુનાજી ઠાકોર સવારથી ઘરેથી નિકળી ગયો હતો. અને સાંજ સુધી ઘરે પહોંચ્યો ન હતો જેથી તેની તપાસ કરતા નજીકના ખેતરમાંથી તેની લાશ મળી આવી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પીઆઈ ડી.એન.પટેલનું કહેવુ છે કે મરણજનાર પુનાજી ઠાકોર રમતા-રમતા ચાલતો ઘટીસણા રોડે થઈ રામપુરા જતો હતો.

આરોપી સોનવડ ગામથી સાઇકલ લઈ કાઝ આવતો હતો તે દરમિયાન રસ્તામાં રામપુરા ગામની સીમમાં આરોપી અને મરણજનાર વચ્ચે ભેટ થયેલી હતી તે સમય આરોપીએ પુનાજી પાસેથી મોબાઈલ લૂંટવાનો પ્રયત્ન કરેલો પરંતુ તે પ્રતિકાર કરતા આરોપીએ ખેતરમાં લઈ જઈ છરી વડે હુમલો કરી મોબાઈલ લૂંટી ફરાર થયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.
First published: September 11, 2019, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading