Home /News /madhya-gujarat /

અમદાવાદઃ રૂપિયા પરત ન આપી મારી નાંખવાની ધમકી આપી, યુવકે કર્યો આપઘાત

અમદાવાદઃ રૂપિયા પરત ન આપી મારી નાંખવાની ધમકી આપી, યુવકે કર્યો આપઘાત

પશ્વિમ રેલવે પોલીસ સ્ટેશન અમદાવાદ

Ahmedabad Crime News: હિંમતનગર રેલવે સ્ટેશન (HimmatNagar railway station) પર દવા પીને યુવકની આત્મહત્યા મામલે હવે પોલીસે એક આરોપીની (Accused) વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ ગુનો દાખલ કર્યો છે.

અમદાવાદ: બે મહિના અગાઉ હિંમતનગર રેલવે સ્ટેશન (HimmatNagar railway station) પર દવા પીને યુવકની આત્મહત્યા મામલે હવે પોલીસે એક આરોપીની (Accused) વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ ગુનો દાખલ કર્યો છે. મૃતક યુવકનું પર્સ ચેક કરતા તેમાંથી એક ચિઠ્ઠી (suicide note) મળી આવી હતી. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે યજ્ઞેશ ભાઈ પટેલ  રૂપિયા 5 લાખ આપેલા જે રૂપિયા પરત આપતા નથી અને માંગુ છું તો મને અને મારા પિતાને મારી નાંખવાની ધમકી આપે છે. જેથી સૂસાઇડ કરું છું. આમ  સુસાઇડ નોટના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

સાબરકાંઠાના નાના કોટડા ગામ ખાતે રહેતા અમૃતભાઈ પટેલ એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે 8 મી ફેબ્રુઆરી 2020 ના દિવસે બપોરે બારેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના દીકરીના સાસુનો ફોન આવ્યો હતો કે તેમનો પુત્ર રિશિરાજ એ હિંમતનગર રેલવે સ્ટેશન પર દવા આપી દીધેલ છે.

જેથી તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ તેમના પુત્રની તબિયત વધારે લથડતાં વધુ સારવાર અર્થે અમદાવાદ લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તા માં જ તેઓ નું મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ-Online shopping કરતી યુવતીઓ સાવધાન! અમદાવાદની યુવતીને થયો કડવો અનુભવ

જો કે તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ બીજા દિવસે જ્યારે ફરિયાદી અને તેના પરિવારજનો બેઠા હતા તે દરમિયાન મૃતક રિશિરજ નો સરસામાન અને પર્સ તપાસતા તેમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ બૂટલેગરની દાદાગીરનો live video, ખુલ્લેઆમ યુવકને છરી અને પથ્થરના ઘા ઝીક્યા, ફફટાડ ફેલાયો

જેમાં લખ્યું હતું કે યજ્ઞેશ ભાઈ પટેલ  રૂપિયા 5 લાખ આપેલા જે રૂપિયા પરત આપતા નથી અને માંગુ છું તો મને અને મારા પિતાને મારી નાંખવાની ધમકી આપે છે. જેથી સ્યુસાઇડ કરું છું. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે એફ.એસ.એલ.ની મદદ લઈને વધુ તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસ માં સામે આવ્યું હતું કે આ ચિઠ્ઠી મૃતક એ જ લખી હોવાનું સામે આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર