નવીન ઝા, અમદાવાદ : પોલીસ ઉપર હુમલો (Attack on police) હવે સામાન્ય બાબત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. દર થોડા દિવસે અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટના વધી રહી છે. શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી યુવરાજ સિંહ પર રવિવારે એક આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો જેમાં તેમને ઈજા થઈ છે. નોંધનીય છે કે યુવરાજ સિંહ છરીને હાથ માં પકડી પાડી નહીં તો તેમને ગંભીર ઈજા થઈ હોત. પઠાણ યુવરાજસિંહ પર 'પોલીસ છે તો શું થઈ ગયું?' કહી છરીથી હુમલો કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
આ મામલે પોલીસે આરોપી ઝુબેર ઉર્ફે ચોટી પઠાણ ને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ મારામારી,લૂંટ,હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓ માં પકડાઈ ચુક્યો છે અને પાસા માં પણ જઈ આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે શહેરના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ DCP ઝોન-6 દ્વારા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાના આરોપીઓ જેમની પાસે હથિયાર હોય તેવા લોકો ને પકડવા ડ્રાઈવ રાખી હતી જેથી યુવરાજસિંહ મિલ્લત નગરમાં ડ્રાઇવ માટે ગયા હતા. આ વિસ્તારમાં આરોપી ગ્રુપ માં બેઠો હતો ત્યારે તેને તપાસ માટે કહ્યું ત્યારે તે ઉશ્કેરાઈ ગયો અને 'પોલીસ છે તો શું તેમ કહી છરી વડે હુમલો કરી દીધો હતો પરંતુ ત્યાં હાજર અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા અને આરોપીને ઝડપી પાડ્યો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર