અમદાવાદઃ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી યુવકે ગાળો ભાંડી, 15 દિવસે પકડાયો

News18 Gujarati
Updated: August 30, 2019, 9:16 AM IST
અમદાવાદઃ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી યુવકે ગાળો ભાંડી, 15 દિવસે પકડાયો
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 15 દિવસથી વિવિધ પોલીસ કર્મીઓને આ શખ્સ ફોન કરી ગાળો આપતો હતો. આઠેક વાર ફોન કરીને ગાળો આપ્યા બાદ છેક હવે માધુપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં ગાળો આપવું એક શખ્સને ભારે પડ્યું હતું. છેલ્લા 15 દિવસથી વિવિધ પોલીસ કર્મીઓને આ શખ્સ ફોન કરી ગાળો આપતો હતો. આઠેક વાર ફોન કરીને ગાળો આપ્યા બાદ છેક હવે માધુપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે પોલીસ કંટ્રોલરૂમમાં છેલ્લા અનેક સમયથી એક શખ્સ એક જ નંબરથી ફોન કરતો હતો. પોલીસ કાંઇ કરતી નથી મને સાંભળતા નથી તેમ કહેતા પોલીસ તેનો ફોન મૂકી દેતી હતી.

કોઇ માનસિક બિમાર વ્યક્તિ ફોન કરતી હશે તેમ માની પોલીસે ઢીલું મૂક્યું હતું. બાદમાં આ શખ્સે વધુ ત્રાસ મચાવતા આખરે પોલીસે માધુપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસે નંબરના આધારે ગુપ્ત તપાસ રાખી આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી યુવકે ગાળો ભાંડી, 15 દિવસે પકડાયો

આરોપી સંજય મુછડીયા આંબાવાડીના સ્વાગત એપાર્ટમાં રહેતો હતો. પંદરેક દિવસથી તેણે કંટ્રોલરૂમમાં આઠવાર ફોન કરી મહિલા અને પુરૂષ પોલીસ કર્મીઓને ગાળો દીધી હતી. હાલ માધુપુરા પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
First published: August 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading