અમદાવાદ : અકસ્માત થતા વાહનમાંથી મળી ઇંગ્લિશ દારૂની બોટલો

અમદાવાદ : અકસ્માત થતા વાહનમાંથી મળી ઇંગ્લિશ દારૂની બોટલો
પ્રતિકાત્મક તસવીર

ફરિયાદમાં પોલીસે આરોપીને ફરાર બતાવી 20 બોટલ દારૂ કબ્જે લેવાનો ઉલ્લેખ કરતા પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવી

  • Share this:
અમદાવાદ : શહેરની કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે આર પટેલે હત્યા કેસમાં ભીનું સંકેલતા તેમની બદલી કરી દેવાઈ હતી. પણ ફરી એક વાર કૃષ્ણનગર પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવી છે. સરદાર ચોક પાસે ઉત્તરાયણના દિવસે એક અકસ્માત થતા લોકોએ અકસ્માત કરનાર ને 40 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે પકડ્યો હતો. બાદમાં પોલીસ આવી પહોંચી અને ફરિયાદ નોંધી હતી. જોકે આ ફરિયાદમાં પોલીસે આરોપીને ફરાર બતાવી 20 બોટલ દારૂ કબ્જે લેવાનો ઉલ્લેખ કરતા પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવી છે.

શહેર પોલીસ કન્ટ્રોલરૂમને ઉત્તરાયણના દિવસે સવારે એક મેસેજ મળ્યો હતો. કૃષ્ણનગરમાં આવેલા સરદાર ચોક પાસે ઉત્તરાયણના દિવસે સવારે એક અકસ્માત થયો હતો. જેને લઈને પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે ત્યાં જઈને જોયું તો એક એક્ટિવા ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી. બાઇક પર જતા જે લોકોને અકસ્માત સર્જ્યો તે લોકોની પણ પૂછપરછ હાથ ધરી હતી. બાદમાં પોલીસે આ મામલે તપાસ કરી તો એક્ટિવામાંથી 20 બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આ કેસમાં આરોપી ફરાર હોવાનું ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે.આ પણ વાંચો - અમદાવાદ : માસ્ટર કી થી ઇકો કાર ચોરતી ગેંગ ઝડપાઇ, ચોરીની કારનો આવી રીતે કરતા ઉપયોગ

જોકે ઘટના સ્થળે હાજર લોકોનો આક્ષેપ છે કે જેવો અકસ્માત થયો તરત જ લોકો ભેગા થઈ ગયા હતા. જે એક્ટિવા ચાલકે અકસ્માત સર્જ્યો તેને પકડી માર પણ માર્યો હતો અને તે વ્યક્તિના વાહનમાં 40 જેટલી દારૂની બોટલ હતી. પણ હવે પોલીસની આ કામગીરી શંકાસ્પદ હોવાની ચર્ચા છે. કારણકે કૃષ્ણનગર પોલીસે આરોપીને ફરાર બતાવ્યો છે અને બીજી તરફ દારૂની બોટલ સ્થાનિકોના જણાવ્યા મુજબ 40 હતી પણ પોલીસે 20 બોટલ હોવાનો ફરિયાદ માં ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરીને શું પગલાં લે છે તે જોવાનું રહેશે.
Published by:Ashish Goyal
First published:January 14, 2021, 23:35 pm

ટૉપ ન્યૂઝ