ઢબુડી મા મૂકાશે મુશ્કેલીમાં, બોટાદના પીડિત પિતાએ પેથાપુર પોલીસને અરજી આપી

News18 Gujarati
Updated: August 27, 2019, 8:45 PM IST
ઢબુડી મા મૂકાશે મુશ્કેલીમાં, બોટાદના પીડિત પિતાએ પેથાપુર પોલીસને અરજી આપી
અરજી કરવા પોલીસ સ્ટેશન પહોંચેલા બોટાદના પીડિત પિતાની તસવીર

ચુંદડી ઓઢીને લોકોને ઠગતા આ ધનજી ઓડ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ કહેવાતા ઢબુડી માતાની મુશ્કેલીઓ વધી શકે છે. ઢબુડી માતાના શરણે ગયા બાદ બોટાદના એક પિતાએ પોતાનો કેન્સરગ્રસ્ત દીકરો ગુમાવ્યો હતો. આ પિતા આજે પેથાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. વિજ્ઞાનજાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા સાથે તેઓ ઢબુડી માતા તરીકે જાણીતા ધનજી ઓડ સામે અરજી આપવા માટે પેથાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

ચુંદડી ઓઢીને લોકોને ઠગતા આ ધનજી ઓડ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. પોલીસે પીડિત પિતા ભીખાભાઇની અરજી લેવાની કામગીરી હાથધરી છે. ત્યારે વિજ્ઞાનજાથાના ડાયરેક્ટર જ્યંત પંડ્યાએ જણાવ્યું હતું કે, અત્યારે પોલીસ અરજી લઇ રહી છે. કાલે ફરિયાદ લેશે. પીડિત પિતાનું નિવેદન લેવાની કામગીરી ચાલું છે. પોલીસ પણ આ ઢોંગીને પકડવા માટે પુરતા પુરાવા એકત્ર કરશે. અમે પોલીસને તમામ પુરાવવા આપવા તૈયાર છે. અત્યારે પોલીસ અરજી લેશ અને આગળની કાર્યાવહી કરશે.

ઉલ્લેખનીય છે કે બોટાદના વતની ભીખાભાઇનો ઢબુડી માતા ઉપર આરોપ છે કે તેઓ પોતાના 22 વર્ષીય પુત્રને કેન્સરની બીમારી મટાડવા માટે તેમના શરણમાં ગયા હતા ત્યારે તેમણે કેન્સરની દવાઓ બંધ કરવાનું જણાવ્યું હતું. જોકે, દવાઓ બંધ કરવાથી તેમના પુત્રનું મોત થયું હતું.

આ પણ વાંચોઃ-હું સમય આવશે ત્યારે વિજ્ઞાનજાથા સામે પણ આવીશઃ ઢબુડી મા

બીજી તરફ કહેવાતા ઢબુડી માતા મીડિયા સમક્ષ આવીને પીડિત પિતા પોતાના શરણમાં આવ્યો હોવાનું સાબિત કરી બતાવવા પડકાર કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું આ પીડિત પિતા અમારા શરણમાં આવ્યો નથી. મીડિયા પણ પીડિત પિતા સામે પુરાવા માંગે, અને તે પણ સરકારને પછી પહેલા મીડિયાને સાબિત કરી બતાવે કે તે ત્રણ મહિના પહેલા ઢબુડી માતાના શરણમાં આવ્યો છે.

ઢબુડી માતાએ જણાવયું હતું કે, મારા ત્યાં કોઇને આમંત્રણ આપવામાં આવતું નથી. પરંતુ અહીં તો લોકો એક બીજાને પૂછી પૂછીને આવે છે. આ આસ્થાનો વિષય છે. અહીં ખાલી ગરીબ નહીં પરંતુ પૈસાદાર અને અધિકારીઓ પણ આવે છે. જેના કામથાય છે એ લોકો મારા આસ્થા રાખે છે.
First published: August 27, 2019
વધુ વાંચો
अगली ख़बर