AUDAનું 2020-21નું 929 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર, બોપલમાં ફાયર સ્ટેશન બનશે

AUDAનું 2020-21નું 929 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર, બોપલમાં ફાયર સ્ટેશન બનશે
બોપલ બ્રિજ (ફાઇલ તસવીર)

ચાલુ વર્ષે નવા પાંચ બગીચાનું કામ હાથ ધરાશે અને એક સાથે 113 બગીચા લોકોની સુખાકારી માટે બનાવાશે.

  • Share this:
અમદાવાદ : ઔડાની 281મી બોર્ડ બેઠક મળી હતી. જેમાં નવા કામો માટે 2020-21નું 929 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં ઐડામાં આવતા વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં આવશે. ઔડામાં આવતા 7 ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેમાં 4 બ્રિજને 312 કરોડોના ખર્ચે 2021ના માર્ચ મહિનામાં ખુલ્લા મૂકાશે. નવા ત્રણ બ્રિજનું કામ કરાશે. જાહેરાત પ્રમાણે બોપલ વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.

ભાટ એપોલો જંકશન પર 105 કરોડના ખર્ચે બ્રિજ બનશે. બ્રિજના બાંધકામ માટે રૂપિયા 250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યારે જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ 2639 યુનિટનું બાંધકામ ચાલુ છે. આવતા વર્ષે 5080 જેટલા બાંધકામ હાથ ધરાશે, જેમાં કુલ 598 કરોડનો ખર્ચ થશે.



ઔડા દ્વારા ટીપી સ્કીમને લઈ નવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટી.પી સ્કીમ બનાવવા માટે એક જ કંપનીને ટેન્ડર આપવામાં આવશે. જેમાં રોડ રસ્તા, ફૂટપાથ, ગટર, પાણીની લાઈન નાખવાનું કામ એક સાથે જ કરવામાં આવશે. જે માટે 289.76 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવશે. દર વખતની ભૂલમાંથી તંત્રએ શીખ લીધી છે. કારણ કે એક વખત રોડ બન્યા બાદ સ્ટ્રોમ વોટર લાઈન કે ફૂટપાથ બનાવવા માટે રોડને ફરી ખોદી નાખવામાં આવે છે. જેથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે.

ટીપી સ્કીમ માટે ફૂટપાથ, રસ્તો અને સ્ટ્રોમ વોટરની કામગીરી માટેનું એક સાથે જ ટેન્ડર બહાર પાડવામાં આવશે. વૉટર સપ્લાય પ્રોજેક્ટ બોપલ ખાતે 73 કરોડના ખર્ચે તૈયાર કરાશે. ચાલુ વર્ષે નવા પાંચ બગીચાનું કામ હાથ ધરાશે. એક સાથે 113 બગીચા લોકોની સુખાકારી માટે બનાવાશે. બોપલમાં ફાયર સ્ટેશન બનાવાશે. જેના માટે 10 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

ઔડામાં આવતા વિસ્તારનો ઘન કચરના નિકાલ અને ઓર્ગેનિક વેસ્ટ મશીન ઉપલબ્ધ કરાવશે. ગ્રામ પંચાયત તૈયારી બતાવે તેના માટે લાભ ઉપલબ્ધ કરાશે. હાલ તેના માટે 1 કરોડની જોગવાઈ કરી છે. ઔડાના વિસ્તારમાં કુલ 46 તળાવો આવેલા છે. તેમાં એક સાથે બ્યુટિફિકેશન કરવાનું કામ નક્કી કરાયું છે. વૃક્ષારોપણ માટે 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તે માટે 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Published by:News18 Gujarati
First published:February 26, 2020, 15:07 pm

ટૉપ ન્યૂઝ