'નાયક નહીં ખલનાયક હું મેં, અમદાવાદમાં બૂટલેગરે લોકઅપમાં જ બનાવ્યો Tiktok video

'નાયક નહીં ખલનાયક હું મેં,  અમદાવાદમાં બૂટલેગરે લોકઅપમાં જ બનાવ્યો Tiktok video
ટિકટોક વીડિયોની તસવીર

આરોપી અગાઉ પણ આવા જ અનેક કેસમાં પકડાયો હતો. આ દરમિયાન કાર્યવાહી કરીને પોલીસે તેને લોકઅમાં રાખ્યો હતો. ત્યારે તેને તેના ત્રણ ચાર મિત્રો મળવા આવ્યા હતા. બાદ તેણે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો હતો.

  • Share this:
અમદાવાદ: મેઘાણી નગર પોલીસે (Meghaninagar police) એક આરોપીને 132 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે પકડયા બાદ તેને પોલીસ સ્ટેશનના લોકઅપમાં (lockup) રાખ્યો હતો. બાદમાં તેને તેના મિત્રો મળવા આવતા તેણે ટિકટોક વીડિયો (tiktok video) બનાવ્યો છે. 'નાયક નહિ ખલનાયક હું મેં' આ ગીત પર વીડિયો બનાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મેઘાણીનગર પોલીસે કરણ ઉર્ફે તોતલા શેખાવત નામના આરોપીને પકડ્યો હતો. રાજ્ય પોલીસવડા એ પ્રોહીબિશનના કેસ કરવા સૂચના આપ્યા બાદ પોલીસે કડક અમલવારી કરી આ કેસ કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી 132 બોટલ ઈંગ્લીશ દારૂ કબ્જે કર્યો હતો.

આરોપી અગાઉ પણ આવા જ અનેક કેસમાં પકડાયો હતો. આ દરમિયાન કાર્યવાહી કરીને પોલીસે તેને લોકઅમાં રાખ્યો હતો. ત્યારે તેને તેના ત્રણ ચાર મિત્રો મળવા આવ્યા હતા. બાદ તેણે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા (social media) પર મુક્યો હતો. નાયક નહિ ખલનાયક હું મેં આ ગીત પર ઝૂમતા હોય એવો વીડિયો મુકતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સોઃ નોકરાણીએ 16 મહિનાની બાળકીના હાથ ઉકળતા તેલમાં નાંખ્યા, CCTVમાં ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-નાસાને મળ્યો લોખંડનો ભંડાર, એને વેચવાથી દરેક માણસને મળશે 9621 કરોડ રૂપિયા

આ બાબતે ઝોન 4 ડીસીપી નીરજ બડગુજર એ જણાવ્યું કે આવી જાણકારી મળી છે એ બાબતે ઇન્કવાયરી સોંપી તપાસ કરાશે અને પોલીસની બેદરકારી હશે તો પગલાં લેવાશે.

આ પણ વાંચોઃ-હોળી બની લોહીયાળ: ઘરની બહાર હોળી રમી રહેલા બે યુવકો ઉપર ફાયરિંગ, એકનું મોત

ઉલ્લેખનીય છે કે, અત્યારે ટિકટોક વીડિયોનો ક્રેઝ નાનાથી લઈને મોટેરા સુધી જોવા મળે છે. લોકો જાતભાતના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હોય છે. પરંતુ પોલીસ સ્ટેશનના લોકઅપમાં બનેલા આ વીડિયોથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
First published:March 10, 2020, 20:55 pm

टॉप स्टोरीज