Home /News /madhya-gujarat /અમદાવાદ: 'દારૂ વેચવા દેવા રોજનો 15,000નો હપ્તો બાંધ્યો,' વહીવટદારે રૂપિયા ચાંઉ કર્યા? બુટલેગરનો કથિત Video વાયરલ

અમદાવાદ: 'દારૂ વેચવા દેવા રોજનો 15,000નો હપ્તો બાંધ્યો,' વહીવટદારે રૂપિયા ચાંઉ કર્યા? બુટલેગરનો કથિત Video વાયરલ

અમદાવાદના એક બુટલેગરે ખુલ્લેઆમ ધંધાની કબુલાત કરી પોલીસે હપ્તો લીધો અને વધારાના 100000 રૂપિયા ફસાવ્યા હોવાનો કથિત વીડિયો વાયરલ કરતા અમદાવાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદના એક બુટલેગરે ખુલ્લેઆમ ધંધાની કબુલાત કરી પોલીસે હપ્તો લીધો અને વધારાના 100000 રૂપિયા ફસાવ્યા હોવાનો કથિત વીડિયો વાયરલ કરતા અમદાવાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

    અમદાવાદ: એક તરફ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસને દારૂ અને જુગારના કેસો કરવા સૂચના કરી છે. તો બીજી તરફ અમદાવાદમાં ખુદ પોલીસ કર્મી જ બુટલેગર પાસે દેશીદારૂની હેરાફરી કરાવતો હોવાના આક્ષેપ સાથે વિડીયો વાયરલ બુટલેગરે કરતા અમદાવાદ પોલીસ પર અનેક સવાલ ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે, આ વિડીયોની પુષ્ટિ ન્યુઝ18 ગુજરાતી નથી કરતું.

    ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના દાવા તો કરાઈ રહ્યા છે પણ, પોલીસ જ આ દાવા પોકળ સાબિત કરી રહી છે. રાજ્યના ગૃહમંત્રીએ પોલીસને દારૂ બંધી માટે સૂચના આપી છે, ત્યારે પોલીસ પર લાગેલા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદના સરદારનગરના બુટલેગરનો વિડીયો વાયરલ થવા બાબતે તપાસ શરૂ કરાઇ છે. શહેરકોટડામાં દેશી દારૂ વેચવા માટે પોલીસ કોન્સ્ટેબલે મદદ કરી બુટલેગરના પૈસા ફસાઈ દીધા હોવાનો આક્ષેપ બુટલેગરે કર્યો છે.

    આ કથિત વિડીયોમાં કેતન પરમાર, અશોક અને રફીક નામના પોલીસકર્મીના નામનો ઉલ્લેખ કરાયો છે, જેને વહીવટદાર પણ કહેવાયા છે. શહેરકોટડા પોલીસ સ્ટેશન ફરી એક વાર વિવાદમાં આવતા તેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રોહન નામના બુટલેગરે પાસા ન થાય તે માટે વિડ્યો બનાવી પોલીસ પર આરોપ લગાવાનું કાવતરું ઘડ્યું છે. બુટલેગરના વિડીયો મામલે શહેરના ઉચ્ચ અધિકારીએ ખાનગી તપાસ શરુ કરી હોવાનું સામે આવ્યું છે.

    આ પણ વાંચો - અમદાવાદ: દારૂડિયા ફિલ્મ ડાયરેકટર પતિથી કંટાળી મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો કર્યો પ્રયાસ

    જાણો પોલીસ કર્મીના નામ અને બુટલેગરના આક્ષેપ

    વીડિયોમાં રોહન ગારંગે નામનો બુટલેગર ખુલાસા કરતા કહે છે કે, હું શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનો ધંધો કરું છું. કેતનભાઈ નામના વહીવટદાર પાસેથી મેં દારૂ વેચવાની પરમિશન લીધી છે. કેતનભાઈ અને રફીકભાઈ વહીવટદાર છે. કેતનભાઈની નોકરી એસઓજી ક્રાઈમબ્રાન્ચ અને રફીકભાઈની નોકરી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં છે. જે બંને વહીવટદાર છે. રોજના રૂ. 15000 નક્કી કર્યા હતા. 14 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી રોજના 15000 આપ્યા હતા. શહેરકોટડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈનો ફોન આવ્યો હતો કે 10 દિવસના પૈસા એડવાન્સ જમા કરાવવા પડશે. જેથી મારુ ઘર ગીરવે મૂકી 1 લાખ રૂપિયા આપયા હતા. પૈસા આપ્યા બાદ વહીવટદારે ધંધો બંધ કરાવી દીધો હતો અને શહેરકોટડા વિસ્તારમાં બે દિવસમાં મેં નેવુબેન, પપ્પૂભાઈ, સુરેશ વજેસિંહ, પંચમ અને પખાભાઈ જેઓ દારૂનો ધંધો કરે છે તેઓને રોહનને કોઈ પૈસા ન આપતા એવું વહીવટદારે કહી દીધું હતું. તેના કરતાં વધુ એક મોટો બુટલેગર શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ સપ્લાય કરતો વહીવટદારને મળી ગયો હોવાના કારણે તેઓએ મારુ બંધ કરાવી દીધું હતું. બુટલેગર રોહને વહીવટદારોએ લીધેલા દોઢ લાખ રૂપિયા પરત માંગ્યા છે.

    વહીવટદાર કેતન પરમાર


    11 ગુના બુટલેગર સામે નોંધાયા છે

    એસીપી શહેર કોટડામાં ખુલ્લેઆમ વહીવટદારોની રહેમનજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો અને વહીવટદારે રૂપિયા લીધા બાદ દારૂનું વેચાણ બંધ કરાવ્યા હોવાના આક્ષેપ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં દેશી દારૂનો સપ્લાય કરતો બુટલેગર અનેક ખુલાસા કર્યા છે. જેથી શહેરકોટડા પોલીસ પર અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે વિડ્યો વાયરલ કરનાર બુટલેગર રોહન ગારંગે વિડ્યો બનાવ્યો છે અને રોહન ગારંગે નામના બુટલેગર વિરુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 11 જેટલા પ્રોહીબ્રિશન ગુના નોંધાઈ ચુક્યા છે. જે બાબતની ઇન્કવાયરી એસીપી કરી રહ્યા છે. બુટલેગર રોહન સામે પાસાની કાર્યવાહી તૈયાર થઇ રહી હોવાથી પણ આ આક્ષેપ કર્યા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહયા છે. ત્યારે આ વીડિયો મામલે તપાસ કરી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા બાદ બુટલેગર વિરુદ્ધ પણ વિડ્યો મામલે ગુનો નોંધાઈ શકે છે.
    " isDesktop="true" id="1032941" >

    કોને વાંકુ પડ્યું હોઈ શકે છે?

    આ આખાય વીડિયો મામલે પોલીસ સૂત્રોની વાત માનીએ તો, અલગ અલગ વાતો સામે આવી રહી છે, જેમાં પહેલી તો એ કે પોલીસ ઇન્સ્પેકટર વી આર વસાવા કામને લઇને પ્રામાણિક અને નિષ્ઠાવાન છે. જેને લઇને નીચેના પોલીસ કર્મીએ બદનામ કરવા આ વિડીયો બનાવ્યો હોય ત્યારે બીજી ચર્ચા એ પણ છે કે, કેતન પરમાર એ જૂનો વહીવટદાર છે અને જેને અન્ય વહીવટદાર સાથે અણબનાવને લઇને આ વીડિયો બનવામાં આવ્યો હોય અથવા તો બુટલેગરને ધંધો ન કરવા દેતા અને પૈસા પરત ન આપતા આ વિડીયો બનાવવામાં આવ્યો હોય ત્યારે આ વિડીયોથી અન્ય પ્રામાણિક પોલીસ કર્મીની શાખને છાંટા ઉડી રહયા છે.
    First published: