Home /News /madhya-gujarat /

Diwaliમાં તેજી! corona કાળમાં મૃતપ્રાય સ્થિતિમાં મુકાયેલા ટુરીઝમ ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાયા

Diwaliમાં તેજી! corona કાળમાં મૃતપ્રાય સ્થિતિમાં મુકાયેલા ટુરીઝમ ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાયા

પ્રતિકાત્મક તસવીર

કોરોના કાળમાં ગુજરાત ટુરીઝમ ઉદ્યોગે 1800થી 2000 કરોડ નુકસાન ભોગવ્યું છે. પરંતુ હવે બુકિંગ સારા એવા પ્રમાણમાં ટુરિઝમ ઉદ્યોગમાં તેજીનો માહોલ સર્જાયો છે. 

અમદાવાદઃ કોરોના કાળમાં (coronavirus) 2000 કરોડના નુકસાન મુકાયેલા ગુજરાત ટુરીઝમ ઉદ્યોગને નવી દિશા મળી છે. દિવાળીના તહેવારોમાં (Diwali festival) શોર્ટ અને ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સના બુકિંગ મળતા tourism ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. મરણ પથારીએ મુકાઈ ગયેલા ઉદ્યોગમાં જાણે કે નવા પ્રાણ ફૂંકાયા છે.

અક્ષર ટ્રાવેલ્સના ડાયરેક્ટર મનીષ શર્મા જણાવે છે કે કોરોના કાળમાં ગુજરાત ટુરીઝમ ઉદ્યોગે (Gujarat Tourism Industry) 1800થી 2000 કરોડ નુકસાન ભોગવ્યું છે. પરંતુ હવે બુકિંગ સારા એવા પ્રમાણમાં ટુરિઝમ ઉદ્યોગમાં તેજીનો માહોલ સર્જાયો છે.

અક્ષર ટ્રાવેલ્સના ડાયરેક્ટર મનીષ શર્મા


તો શક્તિ ટ્રાવેલ્સના ડાયરેક્ટર મહેશ દુધકિયા જણાવે છે કે દિવાળી વેકેશનમાં લોકોએ વિશેષ કરીને ગુજરાતીઓ ફરવાનું મન બનાવી લીધું છે. પ્રવાસના શોખીન ગુજ્જુ ઓ એ આ વખતે ફરવા માટે ગુજરાતના જ સ્થળો પસંદ કર્યા છે. જેમાં દિવ, સોમનાથ, ગીર, કચ્છ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેષ છે.

શક્તિ ટ્રાવેલ્સના ડાયરેક્ટર મહેશ દુધકિયા


આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ જામખંભાળિયાના દાંતા ગામમાં દેશી દારૂની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ, Video viral

ઉપરાંત નજીકના સ્ટેશનમાં રાજસ્થાન હોટ ફેવરિટ રહ્યું છે જેમાં ઉદયપુર, કુંભલગઢ, જોધપુર વિશેષ છે. તે સિવાય કેટલાક ડેસ્ટિનેશનમાં લોકો હિમાચલમાં શિમલા અને ચેન્નાઇ તરફ પણ બુકિંગ કરાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ડોક્ટર પતિને બેડરૂમમાં બંધ કરીને નર્સ પત્નીએ 7મા માળેથી લગાવી મોતની છલાંગ, 39 દિવસ પહેલા જ થયા હતા લગ્ન

આ પણ વાંચોઃ-અમદાવાદઃ જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો, દેવ બાદશાહ સહિત 9 લોકો ઝડપાયા

ઇન્ટરનેશનલ ટુરીઝમ હજુ પણ બંધ હાલતમાં છે ફ્લાઇટો રેગ્યુલરાઇઝ થઇ નથી. પરંતુ ડોમેસ્ટિક અને ટૂંકા અંતરના ટુરિઝમમાં સારી બુકિંગ મળતા પ્રવાસન ઉદ્યોગ ફરી જીવંત થયો છે અને ટુરિઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને હવે તેમનો ધંધો દોડી નીકળશે તેવી આશા પણ બંધાઈ છે.



ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં દિવાળી સમયે કોરોના વધારે વકરતો જાય છે. રાજ્યમાં 17મી નવેમ્બર 2020ના કોરોના વાયરસના (17 November gujarat coronavirus case) કુલ 1125 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાંથી 1116 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે આજે રાજ્યમાં જુદા જુદા શહેરમાં 7 દર્દીનાં દુખદ નિધન થયા છે. કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે રાજ્યમાં આજે 47,328 દર્દીઓનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1,90,361 કેસ નોંધાયા છે. રાજયમાં તહેવારોની વચ્ચે કોરોના કેસમાં વધારો થયો છે.
Published by:ankit patel
First published:

Tags: કોરોના વાયરસ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन